________________
અધ્યાય-૩
[ ૨૩૭ ૫. સ્ફટીકમટાંકવું. ફોડવું, ખોદવું, હળથી જમીન ઉખેડવી વગેરે ફેટીકમ કહેવાય છે, તેને ત્યાગ કરે. કારણ કે તેમ કરવામાં અનેક પ્રકારના જીવની વિરાધના થાય છે.
૬. દંતવાણિજ્ય- હાથીના દાંતને વ્યાપારને નિષેધ છે. તેવો વ્યાપાર કરનાર ભીલ આદિ પૈસા આપે છે, અને ચેડા વખતમાં મને દાંત લાવી આપે, એમ તેને કહે છે. તેઓ છેડા વખતમાં દાંત લેવા આવશે, એવા ઈરાદાથી, તે હાથી વગેરે જનાવરોની હત્યા કરે છે. એ પ્રમાણે તેવું કામ કરવાવાળાને શંખદાંત વગેરેનું મૂલ્ય આપે, અને પ્રથમ લાવેલા હોય તે વેચાણથી રાખે. આવો વ્યાપાર કર શ્રાવકને ન ઘટે. કારણ કે તેથી પંચેન્દ્રિયજીવની. હત્યા થાય છે.
૭. લક્ષવાણિજ્ય–લાખને વ્યાપાર પણ શ્રાવકે ન કરે, કારણ કે તેમાં કૃમિ વગેરે જીવોની હિંસા થાય છે.
૮. રસવાણિજ્ય–દારૂ વગેરેને વ્યાપાર. દારૂના અનેક . કફાયદા તે ઉપર જણાવ્યા, વળી દારૂની અસરથી માણસ બીજાને મારે છે, ગાળે ભાંડે છે, હિંસા કરે છે, માટે આવા અનર્થ પરિ. ણામને ઉપજાવનારા દારૂને વ્યાપાર ત્યાગવા યોગ્ય છે.
૯. કેશવાણિજ્ય-વાળને વ્યાપાર. અહીંયા વાળ શબ્દથી : વાળવાળા દાસદાસી, ગુલામ વગેરે સમજવા. દાસદાસી અને ગુલામને લઈ તેમને બીજાને ત્યાં વેચવાને હલકે ગુલામનો ધંધો શ્રાવકને કરે ન ઘટે. જેને ત્યાં તે દાસદાસી વગેરે વેચવામાં આવે તે તેમને દુઃખ દે, અને પરવશ રાખે તે સધળાનું પાપ એવો ધંધો કરનારન લાગે.
૧૦. વિષવાણિયં-ઝેરને વ્યાપાર. ઝેરથી અનેક માણસનાં અકાળ ખૂન થાય છે, માટે તે હિંસાને વ્યાપાર શ્રાવક ન અદરે.
૧૧. યંત્રપીડન કમ –પીલવાનો ધંધે શેરડી તલ વગેરે પીલવા, પીલાવવાને ધંધો કરવો નહિ.