________________
૨૩૬ ]
ધર્મબિન્દુ
સાવદ્ય આહાર ગણાય છે, તે પણ અજાણતા ખાવાથી અતિચાર લાગે છે.
આ ભોગપભોગ નામના ગુણવ્રતના પાંચ અતિચાર કહ્યા, તે ભેજન આશ્રયી કહેલા છે, બધા વ્રતના પાંચ અતિચાર છે, માટે અહીંયાં પણ પાંચ અતિચાર કહ્યા છે, પરંતુ કર્મથી પણ અતિચાર લાગે છે, આવશ્યક નિર્યુક્તિમાં કહેલું છે. આજીવિકાને અર્થે જે પાપસહિત આરંભ તે આ ઠેકાણે કર્મ શબ્દથી સમજવું. તેવાં પંદર પ્રકારનાં કર્માદાન છે. વદિતાસૂત્રમાં આ પ્રમાણે તેની ગાથા છે.
इंगालीवणसाडीभाडीफोडीसुवइजए कम्म । वाणिज्ज चव दंतलक्ख-रसकेस-विसविसयं ॥१॥ एवं खु जन्तपीलणकम्म निल्लछण च दवदाण । सरदहतलायसोस असइपोसौं च वज्जिजा ॥२॥ વૃદ્ધ સંપ્રદાયથી આ ૫દર કર્માદાનને અભિપ્રાય નીચે મુજબ છે.
૧. અંગારકમ –વૃક્ષ આદિ બાળીને તેને કેલસા કરીને વેચવાનું કર્મ ન કરવું જોઈએ, કારણ કે તેમાં છ જવનિકાયનો વધ થાય છે.
૨. વન –વન ખરીદ કરી, તે કપાવી, તે વેચી ગુજરાન ચલાવવું. એજ પ્રમાણે ઝાડ, પાંદડા વગેરે કપાવી, વેચી, ગુજરાન ચલાવવું. આ પ્રકારને વ્યાપાર ન કર.
૩. શકટીકમ –ગાડી વગેરે રાખી આજીવિકા કરવી તે. તે - વ્યાપારને ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમાં બળદ વગેરે જનાવરના બંધ વધ વગેરે દોષો થાય છે.
૪. ભાટીકમ–ભાડું લઈને પોતાનાં ગાડાં વગેરેથી પારકાને માલ એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવો. અથવા બીજાને બળદ આદિ ભાડે આપે છે. આ વ્યાપાર પણ ન કરો, કારણ કે વધારે ભાર -વગેરે ભરવાથી પ્રાણું હેરાન થાય છે તેથી દેષ લાગે છે.