________________
૨૩૪ ]
ધર્મબિન્દુ પ્રતિજ્ઞા લીધી હેય, છતાં તે વાપરવામાં આવે તે વ્રત ભંગ થાય, પણ અજાણતાં તે ગ્વાયા હોય, તે વ્રતભંગને બદલે અતિચાર લાગે.
૨. સચિત્ત એવા વૃક્ષને ગુંદર વગેરે અથવા પરિપકવ ફળ વગેરે લાગેલાં હોય, તેનું ભક્ષણ કરનારે જે સાવદ્ય આહારનું પ્રત્યાખ્યાન કર્યું હોય, તે આ રીતે સાવદ્ય આહારના ભક્ષણથી વત ભંગ થાય, પણ અજાણતાં તે કામ કરે તે અતિચાર લાગે. અથવા ફલાદિકના અંદરના ભાગમાં રહેલા ઠળીયા વગેરે સચિત્ત બીજને ત્યાગ કરીશ, અને ઉપરને બીજો ભાગ જે અચિત્ત છે તે. ખાઈશ એવા વિચારથી ફળાદિકનું ભક્ષણ કરે તેને સચિત્ત સંબદ્ધ, નામને બીજે અતિચાર લાગે, પણ વ્રત ભંગ થાય નહિ.
૩. વળી અડધું ઉષ્ણ અને અર્ધ શીત એટલે કાંઈક સચિત્ત. અને કાંઈક અચિત્ત એવું જળ પીવાથી અથવા તત્કાળ દળેલા લોટમાં રહેલા ઝીણું ધાન્યકણને લીધે સચિત્ત અચિત્ત લેટ વગેરેનું ભક્ષણ કર વાથી સંમિશ્ર સચિત્ત અતિચાર લાગે, આ પણ જે અજાણતાં ખાવા પીવામાં આવે તેજ અતિચાર લાગે, નહિ તે વ્રત ભંગ થાય.
૪. અનેક જીવોના સંહારથી ઉત્પન્ન થયેલા તથા અનેક પ્રકારના ઉન્માદને ઉત્પન્ન કરનાર. શરીરનાં ફેફસાંને બગાડનાર મદિરા તથા મધના પાનથી, તથા કાળાતીક્રમ થયેલા અથાણું વગેરે પદાર્થો અજાણતાં ખાધાથી ચોથે અતિચાર લાગે છે.
, પાન, એક પ્રકારની ઘેલછા ઉત્પન્ન કરે છે. તે એક જાતનું એવું વ્યસન છે કે તેને વશ થયેલા લાજ, મર્યાદા, બધવેને નેહ, તથા ધનમાલ વગેરે કઈ પણ વસ્તુની દરકાર રાખ્યા સિવાય, તે શરીર તથા મનને નીચ બનાવનાર મદિરાપાન કરે છે. તેના સંબંધથી બીજા અનેક પ્રકારના ખરાબ વ્યસને તે માણસમાં આવે છે, તે બાબત બાજુએ મૂકીએ તેપણ મદિરાને વશ બનેલા અફીણના બંધાણીની જેમ વખત થયે, તેને પીધા સિવાય ચાલતું