________________
અધ્યાય-૩
[ ૨૩૧ હતા, તે વસ્તુઓ હવે જરૂરની થઈ પડી છે, અને જરૂરીયાતો દિવસે દિવસે આપણી તૃષ્ણાઓની વધવા સાથે વધેજ જાય છે; આ તૃષ્ણાઓને, આ બહારના વિભના પદાર્થોની ઈછાઓને અંત ક્યારે આવશે તે સમજાતું નથી તે માટે પરિગ્રહની મર્યાદા એ ઉત્તમ સાધન છે; પણ તે સાથે જાણવું જરૂરનું છે કે જેમ બને તેમ મૂછને ત્યાગ કર.
જનક રાજા રાજ્યરિદ્ધિ છતાં અંતરના વૈરાગ્ય ભાવને લીધે જનક વિદેહી કહેવાતા, અને ફક્ત એક લંગોટી અને તુંબડું ધારણ કરનાર સંન્યાસી જે તેના ઉપર મમત્વ રાખે તો તે પરિગ્રહી છે, માટે અંતરથી અને બહારથી પરિગ્રહ ઉપરથી મમત્વ ઉતારવો, અને જે વધે તે સન્માર્ગે વાપરવું એજ આ ઉત્તમ અણુવ્રતનું રહસ્ય છે.
આ પ્રમાણે પાંચ અણુવ્રતને વિચાર કર્યો, હવે ત્રણ ગુણવ્રતને વિચાર કરીએ, તેમાં પ્રથમ ગુણવ્રત દિગ્વિરમણનું છે, તેના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. उर्ध्वाऽघस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तरर्धानानि ॥२७॥
૧. ઉચા ક્ષેત્રને વ્યતિક્રમ, ૨. નીચા ક્ષેત્રનો વ્યતિક્રમ. ૩. તિફ (
તિ૭) લેકને વ્યતિક્રમ. ૪. ક્ષેત્રવૃદ્ધિ. ૫. સ્મૃતિ નાશ-આ પાંચ પ્રથમ ગુણવ્રતના અતિચાર છે.
૧-૩ આટલા પ્રમાણથી પર્વત કે વૃક્ષ ઉપર ઊચું ન જવું, આટલા પ્રમાણની કુવા ખાડા વગેરેમાં નીચે ન ઉતરવું, અને આટલા પ્રમાણથી સિંધુ આગળન જવું એ પ્રમાણે દિશાઓમાં જવા સંબંધી માણસ વ્રત લે છે.
હવે તે દિશાઓમાં પોતે જાય તે વ્રત ભંગ થાય, પણ પિતે