________________
૨૨૮ ]
ઘર્મબિન્દુ આવી રીત ત્રણ પ્રકારનાં ક્ષેત્ર અને ત્રણ પ્રકારનાં ઘર વગેરેની. જે મર્યાદા કરી હોય તેના કરતાં વધારે રાખવા તેને અતિચાર કહે છે.
શંકા–પ્રમાણ-મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી તે વ્રત ભંગ. થાય, ત્યારે અતિચાર શી રીતે લાગે?
સમાધાન-તમારી શંકા યોગ્ય છે, પણ તે માણસ નીચે પ્રમાણે વિચાર કરી વર્તે છે, તેથી વ્રત ભંગ ન થતાં અતિચારક લાગે છે, જે માણસે એકજ ક્ષેત્ર અને એકજ ઘર રાખવાનું વ્રત. લીધું હોય, તે માણસને જ્યારે વધારે રાખવાની ઈચ્છા થાય, ત્યારે પિતાનું વ્રત ભાંગશે એવા ભયથી, પિતાના ક્ષેત્રની અથવા ઘરની લગોલગ જે ક્ષેત્ર અથવો ઘર આવેલું હોય તે ખરીદ કરી, વચ્ચેની વાડ અથવા દિવાલ તોડી નાખી અને ક્ષેત્ર અથવા ઘરને મેળવી એક કરી નાંખે છે.
અહીં આ જે કે તેણે ક્ષેત્ર અથવા ઘર એકજ રાખ્યું, તેથી. વ્રત ભંગ ન થયે, પણ જે ક્ષેત્ર અથવા ઘરની પ્રથમ મર્યાદા તેણે. ક૯૫ હતી તેના કરતાં મોટું ક્ષેત્ર અથવા ઘર બનાવવાના કારણે વ્રત ભંગ થયો. આ રીતે કથંચિત્ ભંગ અને કર્થચિત અભંગથી અતિચાર લાગે છે.
૨. સોનું રૂપું–કઈ માણસે પરિગ્રહની મર્યાદા કરી કે આટલા. સોના રૂપા કરતાં વધારે અમુક મુદત સુધી મારે રાખવું નહિ હવે તેના ઉપર તે મુદત દરમ્યાન કોઈ રાજા યા શેઠ બહુ સંતુષ્ટ થાય, અને તેની જેટલી મર્યાદા છે તેના કરતાં આધક આપે, હવે વ્રત ભંગભયથી તે વધારો પિતાને ત્યાં ન રાખતાં વ્રતની મુદત પુરી થાય ત્યાં સુધી બીજાને ત્યાં રાખે, અને પછી તે ગ્રહણ કરે તે તેને અતિચાર લાગે. કેટલેક અંશે વ્રતની અપેક્ષા છે, અને કેટલેક અંશે વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. આ રીતે ભગાભંગથી. અતિચાર લાગે છે.