________________
૨૧૪]
ધર્મબિન્દુ અને તેથી બંધાદિથી સર્વથા વ્રતને ભંગ થતા નથી. માટે તે અતિચાર કહેવાય.
વ્રત બે પ્રકારે કહેલું છે. અંતત્તિથી અને બહિત્તિથી; અંત વૃત્તિ અને બહિવૃત્તિ બને વૃત્તિથી જ્યારે વ્રતને ભંગ થાય ત્યારે વ્રતભંગ કહેવાય; પણ કેવળ અંતત્તિથી અથવા કેવળ બહિર્વત્તિથી વ્રતને ભંગ કરવામાં આવે ત્યારે અતિચાર લાગે છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે – न मारयामीति 'कृतव्रतस्य' विनैव मृत्यु क इहातिचासः । निगद्यते यः कुपितो वधादीन् करोत्यसौ स्यान्नियमानपेक्षः ।।१।। मृत्योरभावान्नियमोऽस्ति तस्य कोपाहयाहीनतया तु भङ्ग । देशस्यभङ्गादनुपालनाच्च पूज्या अतिचारमुदाहरन्ति ॥२॥
મારું છું એવા વિકલ્પવિને કપના આવેશમાં પારકાના પ્રાણને હાનિ થશે એમ નહિ ગણકારતા જે કઈ બંધાદિ કરે, પણ, તેથી પ્રાણી ઘાત થાય નહી, તે નિર્દયપણે વિરતિની અપેક્ષા રાખ્યા સિવાય પ્રવર્તન કરવા માટે અંતવૃત્તિથી વ્રત ભંગ થયો પણ પ્રાણીના જીવને ઘાત થયું નથી એથી બહિવૃત્તિથી વ્રતનું પાલન થયું, આમ દેશથી વ્રતના ભંગ અને દેશથી વ્રતના પાલનને અતિચાર કહેવાય.
શંકા –“હું નહિ મારૂં” એવું વ્રત ગ્રહણ કરનારને મૃત્યુ કર્યા સિવાય અતિચાર કેમ લાગુ પડે ? આવેશથી વધાદિ કરવા અને નિયમની દરકાર નહિ કરવી તેનું નામ અતિચાર, તે પછી ઉપરનું વ્રત ગ્રહણ કરનારને અતિચાર શી રીતે લાગુ પડે ?
સમાધાન : પ્રાણીનું મૃત્યુ થતું નથી તેથી નિયમનું પાલન થાય છે, પણ કોપથી દયાહીન થયો તેથી નિયમને ભંગ થાય છે, અને દેશથી (partly) નિયમના પાલનને, અને દેશથી નિયમના