________________
અધ્યાય-૩
[ ૨૦૭ ત્રણ ગુણવતો પણ અંગીકાર કરવા જોઈએ. દિપરિમાણ વ્રત ભેગોપગનું પરિણામ અને અનર્થ દંડ વિરમણ એ ત્રણ ગુણવ્રત જૈનશાસ્ત્રમાં કહેલાં છે. જેનું વર્ણન હવે પછી) - તથા સામાયિ-રાવશિષધો વાસતિથિસંવિभागाश्चत्वारिशिक्षापदानीति ॥१८॥
અર્થ –સામાયિક, દેશાવકાશિક, પૌષધેપવાસ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાત્રત છે. | ભાવાર્થ:–જેને જીવનમાં સાધુધર્મનાં અભ્યાસ તરીકે વર્ણવવામાં આવે છે તે શિક્ષાવ્રત છે.
. ૧. સામાયિકા-મોક્ષમાર્ગની સાધનામાં સમાન સામર્થ્યવાળા સમ્યક દર્શનશાન–ચારિત્રને જે આય (લાભ) તે સમાય અથવા રાગ-દ્વેષની વચ્ચે મધ્યસ્થ પરિણામમાં વર્તવું તે સમ અને તેનો લાભ તે સમાય અને તે જ સામાયિક.
આ સામાયિક સાવઘયોગના પરિહાર અને નિરવઘયોગના અનુષ્ઠાન રૂપ જીવ પરિણામ છે.
૨. દેશાવકાશક:- ૧૦૦ કીલોમીટર-ર૦૦ કીલો મીટર આદિ દિગ્ગત જે પહેલા સ્વીકારેલું છે, તેને હંમેશા સંક્ષેપ કરવો તે દેશવકાશિક વ્રત.
૩. પૌષધોપવાસ - જે આત્માનું પોષણ કરે તે પૌષધ અથવા આઠમ અને ચૌદસ આદિ પર્વ દિવસો આંત્માને આરાધના દ્વારા પિષણ આપતા હોવાથી તેને પૌષધ કહેવાય. ઉપવાસ-દેષિત એવા આત્માનો આહાર પરિવાર દ્વારા આત્મામાં વાસ કરાવે તે ઉપવાસ. ટીકાકાર કહે છે કે.
उपोवृत्तस्य दोषेभ्यः सम्यग्वासौ गुणैः सह । उपवासः स विज्ञेयो न शरीरविशोषणम् ॥ .