________________
અધ્યાય-૩
[ ૨૦૩ ચડાવી તે શેઠના પુત્રોને વધ કરવાની આજ્ઞા આપી, વજન પ્રહાર પડે તેવી આ વાત શેઠના કણે પડી. શેઠ તો એકદમ ગાંડા બની ગયા. ભ્રમિત ચિત્ત થઈ ગયું, અને જ્યાં ચારે બાજુએ સમુદ્રના મેજ પર્વત સમાન ઉછળતા હોય તેવા સમુદ્રના પ્રચંડ આવેગમાં અફળાઈને ભાંગી પડતા હાણુમાં બેઠેલા માણસની જેમ હવે મારે શું કરવું. હાય, અકસેસ ! રે કાંઈ ઉપાય નથી સુઝતા. હે ભગવન ! હવે શું કરૂ ? કયાં જઉ ?” એમ ભયભીત થઈ બોલવા લાગ્યા. આમ થેડીકવાર સ્થિતિ રહી. પણ પછી રડવાથી દુઃખ નાશ થશે નહિ એમ વિચારી, બીકણ માણસની ચેષ્ટા દૂર કરી, સ્ત્રી લેકેને ઘટિત શકના આવેશને ત્યાગ કરી, ધીર પુરૂષોને યોગ્ય પૈયને આધાર લઈને દીનતાને અનાદર કરી, નગરના પ્રધાન અને બીજા મુખ્ય માણસની મદદ લઈને, હાથમાં ઉત્તમ રનોથી ભરપૂર પાત્ર લઈને, તે રાજા પાસે વિનંતી કરવા આવ્યો. રાજાને સવિનય તે શેઠે જણાવ્યું કે “હે કૃપાનિધે ! હે દેવ ! આ મારા પુત્રો કેઈ પણ ચિત્તને મલીન અભિપ્રાયથી રાત્રિએ શહેરમાં રહ્યા નથી, પણ હિસાબમાં તેમનું ચિત્ત પરોવાયેલું હોવાથી તેઓ બહાર નીકળી શક્યા નહિ અને સૂર્યાસ્ત સમયે નગરથી બહાર નીકળવા ચાલ્યા, પણ નગરના દરવાજા બંધ થયેલા જોઈ પરવશ બની તેઓ બહાર નીકળી શક્યા નહિ, માટે મારા પુત્રોને આ એક અપરાધ માફ કરે, તેમને જીવિતદાન આપી આ રંક ઉપર એક મોટી મહેરબાની કરે.”એ પ્રમાણે તે શેઠે જુદા જુદા શબ્દોમાં વિનંતી કરી, પણ તે અતિ ક્રોધાયમાન. રાજા પિતાના વિચારથી લેશ માત્ર ડગે નહિ.
જ્યારે શેઠને લાગ્યું કે રાજા માને તેમ નથી, ત્યારે રાજાને કેપ શમાવવા એક પુત્ર મારવાની શેઠે રાજાને રજા આપી, બાકીના પાંચને જીવતા રાખવાનું કહ્યું, તેપણુ રાજાએ ન માન્યું, એમ અનુક્રમે શેઠે પાંચ પુત્રની ઉપેક્ષા કરી, તે પણ રાજાને ક્રોધ શમે.