________________
૨૦૨ ]
ધમિંન્દુ
રાજાએ તરતજ આખા નગરમાં ઢંઢેરા પિટાવ્યા કે “આજની રાત્રીએ સ પુરૂષોએ શહેરની બહાર નીકળી જવું. એવા હુકમ સાંભળી સ કાઈ પાતપાતાની અનુકૂળતાએ રાત્રિ પડતાં પહેલાં તે નગર બહાર નીકળી ગયા, અને રાજ પણ સંધ્યાકાળે પેાતાના પ્રધાંન વગેરે મુખ્ય પુરૂષા સાથે શહેરથી બહાર નીકળી ઈશાન કાણુમાં આવેલા મનહર ભાગમાં જઈને રહ્યો.
પેલા છ ભાઈએ નામું લખવામાં, અને હિસાબ ગણવામાં હુ ગુંથાયેલ હોવાથી હુમણાં બહાર જઈશું, હમણાં બહાર જઈશું એમ વિચાર કરતાં રહ્યા, પણ સાંજ સુધી નીકળી શકયા નહિ અને દુકાનમાં રહી ગયા, સૂર્ય અસ્ત થયા, તેવાજ તે છેકરાએ હિસાખથી પરવાર્યાં, અને શહેર બહાર જવાની વાત સ્મરણમાં આવવાથી એકદમ ઉતાવળા ઉતાવળા ચાલવા મંડયા, અને દરવાજા આગળ આવતાજ તે દરવાન, તેમના જીવતરની આશા સાથે બંધ થયા. તેમને જીવવાની આશા રહી નહિ, તાપણ પુરૂષ પ્રયત્ન કરવા એમ વિચારી કાઈ ન દેખે તેવી રીતે એક સુંદર ભોંયરામાં સંતાઇ રહ્યા અને ધારણી રાણી પણ મેાટા પરિવાર સહિત સંપૂર્ણ શણગાર ધારણ કરી, રાત્રીને વિષે પોતાના અભિપ્રાય પ્રમાણે તે પુરૂષરહિત શહેરમાં ફરતી હતી. અનુક્રમે રાત્રી પસાર થઈ, અને કમળના સમૂહને ખીલવવામાં કુશળ, જગતના એક નેત્ર સમાન, સૂ યાચળ પર્વતની ટાય ઉપર ચઢવા લાગ્યા. તે સમયે સઘળી દિશા ખાખરાના પુષ્પ સરખી રાતી દેખાવા લાગી. એ વખતે રાજાએ હુકમ કર્યા કે ‘‘જાએ આખુ શહેર તપાસી જુએ! કે મારી આજ્ઞાને ભગ કરી કાઈ પુરૂષ અંદર તેા નથી રહ્યા કે ?''
બરાબર તપાસ કરતાં કરતાં, જમતા ક્રુત જેવા કાટવાળાએ તે છ ભાઈએને શોધી કાઢીઃ રાજ આગળ ખડા કર્યાં. તે સમયે રાજાને પગથી માથા સુધી ક્રોધ વ્યાપી ગયા અને આંખની ભૃકુટિ