________________
[ 1
અધ્યાય-૩ છે તે તો અનાદિકાળથી છે, એમાં ગુરુની સાક્ષી નથી માટે તે વ્રતના અભાવમાં જે સાવદ્ય વ્યાપાર થાય, તેમાં ગુરુને શી રીતે અનુમોદનાને દોષ લાગે ? જ્યારે ગૃહસ્થની આવકરણી સાવધ વ્યાપાર દેખી મુનિ ખુશી થાય ત્યારે તેમને અનુમોદનાને દોષ લાગે, અને મુનિઓ તે ધર્મોપદેશના સમય વિના શ્રાવકને પરિચય પણ કરતા નથી, માટે અનુમોદનાનો દોષ ગુરૂને લાગે નહિ.
આ બાબત તમે શી રીતે કહી શકે છે? તેના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે –
પતિપુત્રમોક્ષાવિતિ | શરૂ I અર્થ : ગૃહપતિને પુત્ર રાજગૃહથી મુક્ત થયે એ દિષ્ટાતથી. - ભાવાર્થ –હવે તે ગૃહપતિના પુત્રની કથાથી ઉપરની બાબતને ટીકાકાર સિદ્ધ કરે છે.
એક મગધ દેશ હતો. તે દેશની સ્ત્રીઓનાં કટાક્ષે અસરાએના વિલાસને પણ તિરસ્કાર પમાડે તેવા હતાં. અને તે સ્ત્રીઓને લીધે તે દેશ રમણીય લાગતો હતો. તે દેશમાં હિમાલયના પર્વતના શિખર જેવા છે. મહેલ હતા તે મહેલોની પંક્તિને નિર્મળ શિખરે હતા. અને તે શિખરની ટોચથી, શરદઋતુ નહિ હેવા છતાં, શરદઋતુના વેત મેઘની શોભા ધારણ કરતું વસંતપુર નામે નગર મગધ દેશમાં આવેલું હતું.
તે વસંતપુરને રાજા છતશત્રુ હતા. સેવા બજાવવાના સમયે સઘળા રાજાએ તેને સંભ્રમથી નમતા હતા, અને તેથી તે રાજાના મુકુટમાં રહેલા માણેકથી તે રાજાના ચરણકમળ રંગાયેલા દેખાતાં હતા. તે રાજાએ પોતાના પ્રચંડ હસ્ત દંડ રૂપ તરવારથી અનેક શત્રુઓના મદોન્મત્ત હાથીઓને કુંભસ્થળ કાપી નાખ્યા હતા. અને તેમાંથી નીકળેલા મોતીઓથી તેણે સકળ સંગ્રામ ભૂમિને શોભાવી હતી.