________________
૧૯૮ ]
ધમ બિન્દુ કહ્યું છે કે – श्रममविचिन्त्यात्मगत तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् ।
आत्मानं च परंच हितोपदेष्टानुगृहणाति ।। १ ।। પિતાને શ્રમ થશે એ વિચાર ન કરતાં નિરંતર કલ્યાણકારી 'ઉપદેશ કર; કારણ કે હિતકારી ઉપદેશક પિતાને તથા પરને ઉપકાર જ કરે છે.
અહીં કોઈ શંકા કરે કે જે મનુષ્ય સર્વ સાવધ વ્યાપારને ત્યાગ કરવા અસમર્થ છે, તેને દેશથી સાવધ વ્યાપારને ત્યાગ કરાવવામાં, બાકી રહેલા સાવદ્ય વ્યાપારથી ગુરૂને અનુમોદના દેશને પ્રસંગ કેમ ન આવે તેને જવાબ શાસ્ત્રકાર આપે છેभगवद्वचनप्रामाण्यादुपस्थितदाने दोषाभाव इति ॥ १२॥
અર્થ –ભગવાનના વચન પ્રમાણથી અણુવ્રત ગ્રહણ કરવાને તત્પર ગૃહસ્થને અણુવ્રત આપવામાં દોષ નથી.
ભાવાર્થ-જે માણસ યતિધર્મ પાળવા અસમર્થ હોય તેને અણુવ્રત ગ્રહણ કરાવવામાં દેશ નથી. કારણ કે ઉપાશક દશાંગસૂત્રમાં ભગવંતે પિતે આણંદ વગેરે શ્રાવકને અણુવ્રત ગ્રહણ ક્યાવરાવ્યા એ પાઠ છે. આ ઉપરથી કોઈ એમ કહેવા નીકળે કે ભગવાનને પણ અનુમતિને દેષ લાગે, તો તે કહેવું મિથ્યા છે. કારણ કે ભગવાનનું દરેક આચરણ એકાંતે-સર્વ દેવથી રહિત છે.
એ રીતે અણુવ્રત ગ્રહણ કરવા તત્પર થયેલ સર્વથા સાવઘ વ્યાપારને ત્યાગ કરતું નથી, પણ દેશથી સાવદ્ય વ્યાપારને ત્યાગ કરે છે, તે પણ તે વ્રત આપનાર ગુરૂમહારાજને અનુમોદના દોષ લાગતો નથી. કારણ કે જે અવસરે શ્રાવક વ્રત ગ્રહણ કરે છે ત્યારે મુનિ મહારાજને વ્રત ઉચ્ચરાવનાર તરીકે સાક્ષી માત્ર રાખે છે, માટે સાવદ્ય વ્યાપારના ત્યાગમાં ગુને હાથ છે, બાકી જે વ્રતને અભાવ