________________
૧૯૨ ]
ધર્મબિન્દુ અથ–તે ધર્મ બહુધા જિનેશ્વર પરમાત્માના વચનથી. વિધિ પૂર્વક થાય છે. * ભાવાર્થ-ઘણે ભાગે ધર્મનું ગ્રહણ, જૈન સિદ્ધાંતમાં કહેલી વિધિ, જેનું મંગળ વર્ણન કરવામાં આવશે, તે વિધિ અનુસાર થાય છે. અહીયાં ઘણે ભાગે એ શબ્દ મુકે છે તેથી એમ સમજવું કે મરૂદેવી માતા અને તેવા બીજા કોઈ ને અન્ય પ્રકારે પણ ધર્મ ગ્રહણને સંભવ છે.
इति प्रदानफलवत्तेति ॥४॥ અર્થ એ પ્રકારે આપવામાં સફળતા છે.
ભાવાર્થ-વિધિ સહિત ગુરૂદ્વારા ધર્મ ગ્રહણ કરાય તે ઉપર જણાવ્યા પ્રમાણે ભાવ નિર્મળ થાય, તેટલું જ નહિ પણ ગુરૂએ ઉપકાર. બુદ્ધિથી ગ્રહણ કરાવેલે ધર્મ ગુરૂ આશિષથી વધારે ફળવાળે થાય છે. માટે વિધિ સહિત ગુરૂ પાસેથી ધર્મ ગ્રહણ કરે, નહિ તો. ખારી ભૂમિમાં વાવેલા બીજની માફક અવિધિએ ગ્રહણ કરેલ ધર્મ પ્રાય: નિષ્ફળ જાય છે. . .
જેણે શ્રાવક ધર્મને અભ્યાસ સારી રીતે કર્યો હોય તે યતિ ધર્મ ગ્રહણ કરવા યોગ્ય થાય છે; માટે પ્રથમ ગૃહસ્થ ધર્મ સમજાવવાની જરૂર છે એમ વિચારી શાસ્ત્રકાર ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરવાને વિધિ બતાવે છે. .
. सति सम्यग्दर्शने न्याय्यमणुव्रतादीनां ग्रहणं नान्यथेति ॥५॥ . અથ–સમ્યગ્દર્શન (સમક્તિ) પ્રાપ્ત થયા પછી, પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત-એ બાર ત્રિત ગ્રહણ કરવાની યોગ્યતા થાય છે. પણ સમક્તિન થયું હોય ત્યાં સુધી વ્રત ગ્રહણ કરવાની યેગ્યતા કહેવાય
જ નહિ.