________________
અધ્યાય-૨
| [ ૧૭પ इत्येवं ममताव्याधि वर्धमान प्रतिक्षणम् । जनः शक्नोति नोच्छेतुं विना ज्ञानमहौषधम् ॥ ४ ॥
જીવ એકલે પરભવમાં જાય છે, અને અહીંયા એકલે ઉત્પન્ન થાય છે, પણ મમતાના પ્રધાનપણથી સર્વ સંબંધની જીવ ક૯૫ના કરે છે. ' વક્તા બીજને લીધે વડનું ઝાડ બહુજ વિસ્તારવાળી જમી– નમાં પથરાય છે, તેમ એક મમતા રૂપ બીજથી આ સંસારના સંબંધની કલ્પના ઉદ્ભવે છે.
મારી માતા, મારે પિતા, મારે ભાઈ, મારી બહેન મારી પત્ની, મારા પુત્રો, મારી પુત્રીઓ, મારા જ્ઞાતિજને મારા પરિચયવાળા; આ રીતે ક્ષણે ક્ષણે વધતી જતી મમતારૂપ વ્યાધિને ઉચ્છેદ કરવા સમ્યગ જ્ઞાનરૂપ મહૌષધ સિવાય માણસ સમર્થ થતું નથી.
સમ્યગ જ્ઞાન અથવા સદ્ અને અસ કે નિત્ય અને અનિત્ય વસ્તુને વિવેક જ આ મમતાને નાશ કરે છે, હું અને મારૂ એજ માણસની જ્ઞાન ચક્ષને અંધ કરનાર મહરાજને મંત્ર છે. અને જે કાંઈ દેખાય છે તે, હું અને મારું નથી એ મંત્ર મોહરાજાને જીતનાર છે. નિજરૂપા નિજ વસ્તુ છે, પર રૂપા પરવસ્ત;
જેણે જાણો પ્રેમ એ, તેણે જાણું સમસ્ત ! - મારે આત્મા તેજ હું, અને તે સિવાયની સર્વ વસ્તુઓ પર છે, એવું જેણે સમ્યગ્ન પ્રકારે જાણ્યું, અનુભવું તેણે આ જગતમાં સર્વ બાબત જાણું, કારણ કે જે વસ્તુ ખરી રીતે પિતાની નથી. તેને પિતાની માનવી એ અજ્ઞાનતા છે, અને તે અજ્ઞાનતાથી, એટલે શરીર, ધન, ગૃહ, અને સ્વજનોની ઉપાધિને પિતાની માનવાથી, માણસ સંસારમાં રખડે છે. માટે આત્મજ્ઞાન મેળવવું