________________
અધ્યાય -૨
[ ૧૬૭ દેષ કરવો તે તો કૂતરાનું આચરણ છે. કારણ કે કૂતરે લાકડી મારનારને કરડવા કરતાં પ્રથમ લાકડીને કરડવા જાય છે; તેજ રીતે, પિતે પિતાના કર્મનો કર્તા તથા ભોક્તા છે, અને જે સુખ દુઃખ આવે છે. તે પોતે જ પૂર્વભવમાં કરેલા શુભ અશુભકર્મનું પરિણામ છે, તેથી પિતજ તે સુખ દુખને માટે જોખમદાર છે, એમ માનવાને બદલે લાકડીરૂપ નિમિત્ત કારણ, જે અન્ય કોઈ પુરૂષ, જેની દ્વારા સુખ દુઃખ મળે છે તેના ઉપર કરે એ મિથ્યા છે, આ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ સમજવાથી દેશ ઓછો થતો જાય છે.
જેમ વિધેલું મોતી, તેના છિદ્રમાં મળ ભરાયે હોય તે પણ. પૂર્વાવસ્થાને પામી શકતું નથી; તેમ તત્ત્વોની શુદ્ધ શ્રદ્ધારૂપ સોયથી રાગદ્વેષના પરિણામને ઉપર પ્રમાણે ભેદી નાંખવામાં આવે, તે તે પરિણામ અતિ નિબિડ થતા નથી. જેમ મણિ છિદ્ર રહિત ફરીથી થતું નથી, તેમ પરિણામ પણ ફરીથી દઢ થતા નથી, એક વાર જેને આત્મતત્વની ઝાંખી થઈ હેાય છે, તેનો આચાર વિચારજ ફરી જાય છે, ભલેને તે સંસાર વ્યવહારમાં જોડાય, છતાં રાગદ્વેષની ચીકાશ પ્રથમ જેવી જણાતી નથી. કારણકે તેને આત્મા સિવાયની અન્ય. વસ્તુઓ તરફ વૈરાગ્ય સહજ જાગૃત થાય છે. -
न भूयस्तद्वन्धनमिति ॥७॥ અર્થા–ફરીથી તે ગ્રન્થિનું બંધન થતું નથી.
ભાવાર્થ-એકવાર ગ્રથિભેદ થયા પછી, એટલે રાગદ્વેષના પરિણામની નિબિડ ગાંઠ તુટયા પછી ફરી ફરીથી તે બંધાતી નથી,
એટલે જે સમયે ગ્રથિભેદ થાય છે તે વખતે આયુકર્મ સિવાય બીજા કની જેટલી સ્થિતિ રહે છે, તેટલોજ બંધ સમ્યગ્દર્શન પામેલ બાંધે છે. તેથી વધારે બંધ થતા નથી. એવો સિદ્ધાન્તને મત છે;
જ્યારે આત્માને આત્મા તરીકે ઓળખો, અને આત્મા સિવાયના અન્ય પદાર્થોને વિનાશી અને જડ તરીકે માન્યા ત્યારે સ્થિભેદ થાય છે.