________________
ધર્મબિન્દુ અર્થ –એકાંત ભેદ માનવાથી દેહે કરેલા કર્મને આત્માને ઉપભેગા થાય નહિ. - ભાવાર્થ-આત્મા અને દેહને એક માનવાથી જે દૂષણ આવે છે તે ઉપર આપણે વિચારી ગયા. ત્યારે હવે કોઈ એમ કહેવા નીકળે કે આત્મા અને દેહ તદ્દન ભિન્ન છે તો તેમાં પણ અનર્થપત્તિ આવવાને સંભવ છે; તાડન, તર્જન, હિંસા, વ્યભિચાર વગેરે અશુભ કર્મ; અને દેવને નમસ્કાર, સ્તુતિ, ગુરૂ સેવા વગેરે શુભ કર્મ શરીર દ્વારા થાય છે, તે તે શુભ અને અશુભ કર્મથી થયેલા સુખ દુઃખને ભક્તા આત્મા બની શકે નહિ; કારણ કે આત્મા અને દેહ ભિન્ન છે, અને કેઈએ કરેલું શુભ અને અશુભ કર્મ બીજે ભોગવી શકે નહિ જે જેવું કરે તેવું તે ભગવે; માટે શરીરે કરેલી શુભ અશુભ કર્મનું ફળ શરીરે ભોગવવું જોઈએ અને આત્મા તે અલગ રહેવો જોઈએ. પણ આપણે જોઈએ છે કે આત્માને સુખ દુઃખ થાય છે, માટે જ્યાં સુધી આત્મા કર્મ સહિત છે, ત્યાં સુધી આત્મા દેહમાં ભળે છે; કેમકે આત્માના સંબધ વિના કેવળ દેહ કાંઈપણ કરવા સમર્થ નથી. માટે જે કે નિશ્ચયનયથી તે આત્મા અને દેહ ભિન્ન છે, પણ વ્યવહાનિયથી આત્મા દેહથી સર્વથા અલગ કહેવાય નહિ; એમ જે ન માનીએ તે તનાશ (કરેલાને નાશ) અને અકૃતાઢ્યાગમ (નહિ કરેલાનું આવવું) એ બે દેશ આવશે. '
* શરીર અને આત્મા તદન ભિન્ન માનીએ તો, શરીરે કરેલાં શુભ. અશુભ કર્મને મરણ સમયે શરીરની સાથે નાશ થઈ જાય, અને તેથી તેને કેાઈ ભગવે નહિ; આ પ્રમાણે કૃતનાશને દોષ આવે, તેમજ પરભવમાં નવું શરીર ઉપન્ન થશે; તેને કોઈ પણ અશુભ કર્મ કર્યું નથી છતાં આગલા ભવમાં આત્માએ શરીરમાં રહી કરેલા શુભ અશુભ કર્મનું ફળ તો ભેગવવું પડે છે; આ રીતે નહિ કરેલા કર્મના ફળનું આવવું એ બીજો દેષ આવે . છે, જેને અકૃતાભ્યાગમ શાસ્ત્રમાં કહે છે.