________________
અધ્યાય-૨
[ ૧૪૭ અર્થા–નહી તે માગી લાવેલા ઘરેણું સમાન કષ અને છેદને જાણવા.
ભાવાથ:–યથાર્થ ત ઉપર રચાયેલા વિધિ પ્રતિષેધ માર્ગ અને તેને પાળવાને સહાયકારી શુદ્ધ ક્રિયા સફળ થાય છે, નહિ તે તે માર્ગ અને તે ક્રિયાને પારકા માગી લાવેલા આભૂષણ સમાન ગણવાં.
અલંકારને બે પ્રકારે ઉપયોગ થઈ શકે; જ્યારે પિતાનું ગુજરાન અન્ય સાધનાથી સારી રીતે ચાલતું હોય, ત્યારે કડા, કુંડળ, કંઠી વગેરે આભૂષણે માણસના શરીરને શોભા આપનાર ગણાય છે, અને આપત્તિ વખતે નિર્વાહનું અન્ય સાધન ન હોય ત્યારે તે આભૂષણે ગુજરાન ચલાવવામાં પણ ઉપયોગી થાય છે; પણ માગી લાવેલા આભૂષણોથી આ બેમાંથી એક પ્રકારનું ફળ મળતું નથી. કારણ કે તે પારકાં હોવાથી તેને ઉપભોગ મન માની રીતે થઈ શકતો નથી. તેમજ દુ:ખના પ્રસંગે તે વેચી શકાતાં નથી.
આ ઉપરથી કહેવાને ભાવાર્થ એ છે કે દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ જીવ વગેરે તવોને નિત્યાનિત્ય માનીએ તો વિધિનિષેધ માર્ગ તેમાં યથાર્થ ઘટી શકે છે, અને તેથી તે પાળવાને સહાયકારી ક્રિયાઓ પણ ફળવતી થાય છે; પણ જે કેટલાંક માને છે તેમ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માનીએ તો કપ અને છેદ તેમાં લાગુ પડી શકતા નથી. માટે તે માગી લાવેલા અલંકાર સમાન જાણવા. કારણું કે સાધ્ય વસ્તુ મેક્ષ તેને સિદ્ધ કરનાર તે થતા નથી; માટે તે કષ અને છેદ શુદ્ધ હોય તો પણ પ્રમાણભૂત મનાય નહિ. - આ ઉપરથી કહેવાને સાર એ છે કે જે ધર્મ કષ, છે, અને તાપથી શુદ્ધ હેય તેને યથાર્થ માન. હવે કેને કહેલ શ્રત ધર્મ પ્રમાણભૂત માનવ તેના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે –