________________
~
અધ્યાય-૨
[ ૧૪૧ | ભાવાથ:શબ્દ સામાન્યથી આ ખરૂં છે કે આ મિથ્યા છે, એમ કહી શકાય નહિ, માટે તેની પરીક્ષા કરવી. જેમ સુવર્ણની પરીક્ષા કષ, છે, અને તાપથી થાય છે. તેમ ધર્મની પણ પણ રીતે, પરીક્ષા થાય. ધર્મની બાબતમાં કષ, છેદ, અને તાપ શું છે તેને આગળ વિચાર કરીશું, પણ મગને ભાવે મરી ન વેચાય તે માટે ટીકાકાર કહે છે કે : तं शब्द मात्रेण वदन्ति धर्म विश्वऽपि लोका न विचारयन्ति । स शब्दसाम्येऽपि विचित्रभेदैर्विभिद्यते क्षीरमिवार्जनीयः ॥१॥ लक्ष्मी विधातु सकलां समर्थ सुदुर्लभं विश्वजनीनमेनम् । परीक्ष्य गृह्णन्ति विचारदक्षाः सुवर्णवद्वञ्चनभीतचित्ताः ॥२॥
આ જગતમાં શબ્દ માત્રથી સર્વે ધર્મ કહે છે, પણ કયા સાચો તે વિચાર કરતા નથી, જેમ દૂધ શબ્દ સમાન છે, પણ તેમાં ભેદ પડવાથી કયું સારૂં તેની પરીક્ષા કરવી પડે છે, તેમ શ્રતધર્મના. સંબંધમાં સમજવું.
જેમ ઠગાવાની બીકવાળા, અને ડાહ્યા પુરૂષ પરીક્ષા કરીને સુવર્ણ ખરીદ કરે છે તેમ સકળ ધન આપવાને સમર્થ, ઘણે જ દુર્લભ અને જગતને હિતકારી એ મૃતધર્મ પરીક્ષા કરીને ગ્રહણ કરો કે પાછળથી પસ્તાવું ન પડે. હવે પરીક્ષા કેવી રીતે કરવી તે કહે છે –
कषादिपरूपणेति ॥३४॥ અર્થ -કષાદિકની પ્રરૂપણું કરવી.
ભાવાર્ય ––જ્યારે માણસને સુવર્ણ ખરીદવું હોય છે ત્યારે આ સુવર્ણ સાચું છે કે તેમાં કાંઈ ભેદ છે તે જાણવા માટે કષ, છેદ, અને તાપથી પ્રથમ તેની પરીક્ષા કરે છે, અને પરીક્ષામાં શુદ્ધ