________________
અધ્યાય-૨
[ ૧૩૯ मेरुदण्ड धराछत्र', यत्केचित्कर्तुमीशते । तत्सदाचारकल्पद्रुफलमाहुमहर्षयः ।
કેટલાક લોક (દેવ) મેરૂ પર્વતને દંડ કરવા, અને પૃવીને છત્ર કરવા સમર્થ થાય છે. તે સદાચારરૂપ કલ્પવૃક્ષનું ફળ છે, એમ મોટા ઋષિઓ કહે છે; માટે સદાચારનું સેવન કરવું એજ ઉત્તમ બોધ છે. तथा-परिणते गम्भीरदेशनायोग इति ॥३१॥
અર્થ : જ્ઞાન પરિણમ્યા પછી ગંભીર દેશના દેવાને વિચાર કર.
ભાવાર્થ-જ્યારે શ્રોતાઓને ઉપર જણાવેલા ઉપદેશનું યથાર્થ જ્ઞાન, પછી તે બાબતની શ્રદ્ધા થાય, અને છેવટે તે ઉપદેશને આચારમાં મૂકે, ત્યારે તે શ્રોતા વધારે ગંભીર ઉપદેશ માટે લાયક થાય છે. શાસ્ત્રમાં પણ ઉપદેશ કરવાની રીત આ પ્રમાણે કહેલી છે.
પ્રથમ સામાન્ય ગુણની પ્રશંસાને ઉપદેશ કરે, પછી વિશેષ ગુણની પ્રશંસાને બોધ આપો. આ બે પ્રકારને બોધ જ્યારે
તામાં પરિણમે, એટલે શ્રોતાના હૃદયમાં તે બોધ પ્રવેશ પામે અને તે બોધ અનુસાર કાર્ય કરવા તે પ્રેરાય ત્યારે વધારે સૂક્ષ્મ બાબતને બેધ આપા ઉચિત છે. એક વખત ખાધેલું અન્ન પચી ગયા પછી બીજી વખત જમાય તો જ શરીર સુખમાં રહે છે, તેમ સામાન્ય બોધની અસર હદયમાં બરાબર થઈ હોય તો જ વિશેષ બોધને માટે તે લાયક બને છે. શ્રોતાના મન પર આપેલા બોધની અસર થઈ છે કે નહિ તે જાણવાનું એક જ લક્ષણ છે, તે એ છે કે પિતાની શક્તિ અનુસાર તે બોધ મુજબ તે વર્તે છે કે કેમ, જે તે વર્તતે હેાય તે બંધની અસર થયેલી જાણવી, અને જે તે. વર્તતા ન હોય તે બેધની યથાર્થ અસર નથી થઈ એમ માનવું.