________________
સારી રીતે વર્ણવવામાં આવ્યું છે, અને મનુષ્યને મોક્ષ મેળવવામાં વિદનરૂપ થતા રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ શત્રુઓનું વર્ણન કરી,. તેમને જીતવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.
તે પછી મુક્ત જીવની કેવી રિથતિ થાય છે. અને તેમને પરમાનંદ શાથી પ્રાપ્ત થાય છે, અને શુદ્ધ ધ્યાનથી જીવ કેવી રીતે ઉંચે. ચઢે છે, તે દર્શાવી, આ પ્રરતુત ગ્રન્થની સમાપ્તિ કરવામાં આવી છે.
આ ગ્રન્થ પ્રતિપાદન શૈલીથી લખાયેલું હોવાથી અને વિશાળ હૃદયથી તેના મૂળકર્તા શ્રી હરિભદ્રસૂરિએ રચેલે હેવાથી તથા ઉપર જણાવ્યા પ્રમાણે માર્થાનુસારિપણાથી આરંભીને તે થંકરપદની પ્રાપ્તિ સુધીના ઉપાયો ક્રમસર બતાવવામાં આવેલા હોવાથી આશા રાખવામાં આવે છે કે આ ગ્રન્થ ઘણું આમાઓને તેમની આત્મકલ્યાણના માર્ગમાં સહાયભૂત થશે. એ આશા ફળીભૂત થાઓ એવી અંતઃકરણથી પ્રાર્થના કરી આ ગ્રન્થવિવેચનનું કામ સમાપ્ત કરવામાં આવે છે.
રતનપેળ–અમદાવાદ
રાશી મણીલાલ નથુભાઈ
તા. ૨૨–૭–૧૯૧૨.