________________
૧૨૬ ]
ધમબિન્દુ અશ્રદ્ધા, અને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય, એ રીતે દશ પાપનાં કારણે છે.
તે દશ પાપનાં કારણની નિંદા કરવી તે અસદાચાર નિદા જાણવી. આ સર્વેમાં મિયાત્વ અર્થાત તત્ત્વમાં અશ્રદ્ધા સમાન કદર શત્રુ બીજો એક પણ નથી.
સત્યને અસત્યરૂપે, ધર્મને અધમરૂપ, અસત્યને સત્યરૂપ, અને અધર્મને ધમરૂપે જાણ તે મિથ્યાત્વ.
અસતને સત તરીકે માનવાથી વિચાર પણ તેવો થાય છે, અને કાર્ય પણ તેવાં થાય છે. માટે મિથ્યાત્વને ત્યાગ કરવો.
કહ્યું છે કે – न मिथ्यात्वसमः शत्रुर्न मिथ्यात्वसमं विषं । न मिथ्यात्वसमो रोगो न मिथ्यात्वसमं तमः ॥१॥ द्विषद्विषतमोरोगैदुःखमेकत्र दीयते । मिथ्यात्वेन दुरन्तेन जन्तोर्जन्मनि जन्मनि ॥२॥ वर ज्वालाकुले क्षिप्तो देहिनामा हुताशने । न तु मिथ्यात्वसंयुक्तं जीवितव्यं कदाचन ॥३।।
મિથ્યાત્વ સમાન બીજે શત્રુ નથી, મિથ્યાત્વ સમાન બીજું ઝેર નથી, મિથ્યાત્વ સમાન બીજે રોગ નથી,મિથ્યાત્વ સમાન બીજે અંધકાર નથી.
શત્રુ ઝેર અને અંધકાર મનુષ્યને એકજ જન્મમાં દુઃખ દે છે પરંતુ દુરંત એવું મિથ્યાત્વ પ્રાણને જન્મજન્મ દુઃખ દે છે.
દેહધારી પ્રાણીએ પિતાને આત્મા જવાળામુક્ત અગ્નિમાં નાખવો એ ઉત્તમ છે. પણ મિથ્યાવસહિત જીવવું એ કઈ પણ કાળે સારૂં નથી.
આ પ્રકારે તત્ત્વના અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વની નિંદા કરવી, અને