________________
૧૨૪ 1
ઘમ બિન્દુ પરંપરાએ મેક્ષરૂપ ફળ મળે છે. આવી રીતે ફળની પ્રરૂપણું કરી તેમને સન્માર્ગે વાળવા એ સદ્ગુરૂને ઉત્તમ આચાર છે.
તથા વિનમિતિ દ્વા અથ: દેવતાની સમૃદ્ધિનું વર્ણન કરવું.
ભાવાથ-ઉત્તમ રૂપ, સંપત્તિ, સારી સ્થિતિ, પ્રભાવ, સુખ, કાંતિ, લેસ્યા, શુદ્ધ ઈન્દ્રિય, અવધિ જ્ઞાન તથા ઉત્કૃષ્ટ ભોગ સાધન તથા દિવ્ય વિમાન વગેરે અનેક પ્રકારની ઉચ્ચ સમૃદ્ધિ દેવતાના ભવમાં મળે છે, એ પ્રમાણે દેવનાની ઋદ્ધિનું વર્ણન કરવું.
જે મનુષ્યો સત્કાર્ય કરે છે, સારાં વચને બોલે છે, સર્વ પ્રાણી માત્ર તરફ પ્રેમવૃત્તિ રાખી પરોપકાર કરે છે, ઈન્દ્રિયો ઉપર નિગ્રહ મેળવે છે, અને મનને કબજે કરે છે, તેઓ આવી ઉચ્ચ
સ્થાનની પ્રાપ્તિ કરી શકે છે. માટે આવા સુખની ઈરછાવાળાએ આ ગુણ મેળવવા, અને સત્કાર્યો કરવા બનતા પ્રયત્ન કરે.
આ કહેવાનો પરમાર્થ એ છે, કે બાલક અનાદિકાળથી ઐહિક વિષય સુખમાં આસક્ત થયેલા છે, અને તેથી ધર્મ વિમુખ રહે છે, એવા પુરૂષને આ લેકના સુખની આસકિત છોડાવવા ઉપદેશ કે દયાભાવથી દેવના સુખનું વર્ણન કર્યું છે, જે એકદમ મેક્ષના સુખની વાત કરે છે તે લેકેને ઘણું દુર્લભ જણાય, અને તેથી તેને યોગ્ય પ્રવૃત્તિ કરે નહિ, માટે પ્રથમ પૌરાલિક સુખ દેખાડી પછી આત્મિક સુખને માટે તેને યોગ્ય બનાવો, આવો અભિપ્રાય રાખી આ વ્યાખ્યાન કરેલું છે. ઉત્તરાધ્યયનમાં પણ પ્રથમ દેવકના સુખનું વર્ણન કરી પછી તે સુખને પણ દુઃખરૂપ દેખાડવામાં આવ્યું છે; આત્માના સ્વાભાવિક સુખની અપેક્ષાએ દેવલોકનું સુખ પણ છેવટે અલ્પજ, છે પણ બાળજીવોને ધર્મ માર્ગે દોરવામાં તેને ઉપદેશ જરૂર છે.