________________
૧૨૨ ]
ધર્મબિન્દુ મન વશ રહે નહિ, આર્તધ્યાન થાય, અને તેને ઉત્સાહ ભાગી જાય–ફરીથી તેવો માણસ એકાસણુનું પણ પ્રત્યાખ્યાન લેતાં ડરે, પણ જે તે માણસ ઘણી વાર એક ઉપવાસ કર્યા પછી છઠ્ઠ કર્યો હેય, અને ઘણી વાર છ ક્યાં પછી તે અઠ્ઠમ કરે તે તે સહેલાઈથી કરી શકે અને તેનો ઉત્સાહ વધતો રહે. માટે શક્તિ અનુસાર ધર્મ કાર્યમાં પ્રવર્તવું એજ હિતશિક્ષા છે.
तथा अशक्ये भावप्रतिपत्तिः इति ॥१३॥ અર્થ : અશક્ય બાબતમાં ભાવના રાખવી.
ભાવાર્થ-પિતાની ધીરજ, શરીર બંઘારણ, કાળ, તથા બળ વિચારતાં એમ લાગે કે અમુક બાબત મારાથી થઈ શકે તેમ નથી તે તે ન કરવી, પણ તે કરવા માટે શુભ ભાવ રાખવો; અને તે મારાથી થઈ શકે એવા સંજોગે મને મળે, એવે સંક૯પ કર્યા કરે. માણસ જે વિચાર કરે છે તે તે થાય છે. માટે ભાવને અહર્નિશ ઉચ્ચ રાખવી. ઉચ્ચ ભાવનાવાળાઓને, તે ભાવનાઓ સિદ્ધ થાય, તેવા સંજોગો આ ભવમાં નહિ તે આવતા ભવમાં પણ આવી મળે છે. માટે કદાપિ પ્રવૃતિ ન થાય તે પણ વિચાર અને ભાવના તે ઉચ્ચ પ્રકારનાં જ રાખવાં. જે માણસો શક્તિ વિચાર્યા સિવાય કાર્ય આરંભ કરે છે તેઓને આર્તધ્યાન થાય છે, માટે શક્તિ પ્રમાણે ધર્મ કાર્યમાં પ્રવૃત્ત થવું એજ આ સૂત્રને સાર છે.
तथा पालनोपायोपदेश इति ॥१५॥ અર્થ : પાળવાના ઉપાયને ઉપદેશ કરે.
ભાવાર્થ-જ્ઞાનાચાર વગેરે પાંચ આચાખ્ખું વિવેચન આપણે વિચારી ગયા, પણ તે પાળવાને ઉપાય સમજાવવો જોઈએ, તે માટે તેને પિતાના સમાન ગુણવાળા અથવા અધિક ગુણવાળાની બતમાં રહેવાને ઉપદેશ આપવો જોઈએ, કારણ કે અન્યને તેમના આચારમાં પ્રર્વતતા જોઈ તે પણ તે પ્રમાણે વર્તવા પ્રેરાય છે.