________________
૬૮ ]
ધમ બિન્દુ ભૂખ્યો નથી, તે અમૃત ખાય તે પણ વિષરૂપ થાય છે. ભૂખને સમય વીત્યા પછી ખાવામાં આવે તો અરૂચિ ઉત્પન્ન થાય છે, અને બરાબર ખવાતું નથી. અગ્નિ શાંત પડયા પછી લાકડાં શું કરી શકે? કાંઈપણ કરી શકે નહિ. તેમ વખત ગયે, જઠરાગ્નિ મંદ પડ્યા પછી ખાધેલું ભોજન કાષ્ઠરૂપ થાય છે, અને અવગુણ કરે છે, માટે જે વખતે બરાબર ભૂખ લાગે તે જ વખતે ભોજન કરવું એ સાર છે. આ સંબંધમાં ભાવમિશ્ર લખે છે કે –
क्षुत्संभवति पक्वेषु रसदोषमलेषु च । काले वा यदि वाकाले सोन्नकाल उदाहृतः ॥१॥ भोजनेच्छाविधातात्स्या दंगमर्दोरुचिः श्रमः ।
तन्द्रालोचनदौर्बल्यं घातुदाहो बलक्षयः ॥२॥ રસદેષ અને મળ પાકી જાય ત્યારે ભૂખ લાગે છે માટે સમય થયે હોય કે ન થયો હોય, તો પણ ભૂખ લાગે ત્યારે જમવાને સમય થયો છે એમ સમજવું. આ પ્રમાણે ભૂખ લાગે ત્યારે ન ખાવામાં આવે તો શરીર તુટે છે, અરૂચિ, અને કંટાળો આળસ આવે છે, અને નબળી પડે છે, ધાતુ બળવા લાગે છે અને બળને નાશ થાય છે. આ પ્રમાણે ભૂખ્યા રહેવાથી ઉપરોક્ત પીડા ન થાય, તેમજ અજીર્ણ પણ ન થાય તેવા સમયે ખાવું.
__तथा लौल्यतात्याग इति ॥४२॥ અર્થ : તથા લેપપણને ત્યાગ કરવો.
ભાવાર્થ – પ્રકૃતિને અનુકૂળ પડે તેમ વેળાસર ભોજન કરવામાં પણ અધિક લોલુપતા ન રાખવી, બીજા શબ્દોમાં કહીએ તે ખાઉધરા અથવા અકરાંતીઆની જેમ ઠાંસી ઠાંસીને ન ખાવું.