________________
૬૬ ]
ધર્મબિન્દુ ભાવાર્થ;–સેવા કરવી એમ આપણે જણાવી ગયા છીએ, પણ તે ઉપરથી બધાની એક રીતે સેવા કરવી એમ ન સમજવું. પાત્રભેદે ભક્તિને ભેદ સમજ. સેવાના ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકાર છે. દેવની ઉત્તમ પ્રકારે, અતિથિની મધ્યમ પ્રકારે અને દીનની જઘન્ય પ્રકારે સેવા કરવી એવો આ સૂત્રને ફલિતાર્થ છે. - દરેક ઠેકાણે ઉચિતપણું તે વિચારવું. જ્યાં ઉચિતતા નથી, ત્યાં અનેક સગુણે પણ ક્ષણવારમાં નાશ પામે છે. બીજા શબ્દોમાં કહીએ તો જેને જે વિનય કરે ઘટે, તેનો તે વિનય કરે. ઉચિતપણાના સંબંધમાં શાસ્ત્રકાર કહે છે કે –
औचित्यमेकमेकत्र, गुणानां राशिरकतः । विशीयते गुणग्रामः औचित्यपरिवर्जितः ॥
એક જગ્યાએ એકલું ઔચિત્ય મૂકે, અને એક જગ્યાએ સર્વ ગુણને સમૂહ મૂકે, છતાં ઔચિત્ય રહિત ગુણને સમૂહ નાશ પામશે. માટે જ્યાં જેને ઘટે તેવું તેને સન્માન આપવું એજ સાર છે.
આ બાબત આપણે શી રીતે જાણીએ ? તે તેના જવાબમાં શાસ્ત્રકાર કહે છે કે ઉત્તમ પુરૂષના દષ્ટાન્તથી જે પુરૂષ બીજ
કોથી અતિશય શ્રેષ્ઠ રીતે વર્તે, તથા પરોપકારી અને પ્રિયવચનવાળા હોય, તેમને ઉત્તમ પુરૂષ કહેવાય છે. રાજર્ષિ ભર્તુહરિ નીતિશતકમાં લખે છે કે –
मनसि वचसि काये पुण्यपियूषपूर्णाः त्रिभुवनमुपकारश्रेणिभिः श्रीणयन्तः । परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं
निजहदि विकसन्तः सन्ति सन्नः कियम्तः ॥ - મન, વચન અને કાયાથી સુકૃત કરી પુણ્ય રૂપી અમૃતથી ભરેલા, અને ઉપકાર કરી ત્રણે ભુવનને આનંદ આપનારા, પારકાના