________________
૬૪ ]
ઘમંબિન્દુ નાશ કરો. બીજા શબ્દોમાં કહીએ તો તેને ઉચ્ચપાયરી પરથી નીચે ઉતારી મૂકવો. કારણ કે નિન્દનીય વર્તનવાળાને ઉચ્ચપદ આપવાથી પિતાની ઈજજત આબરૂને ધક્કો લાગે છે.
દેવ-અતિથિ-રંક સેવા તથા-વારતિથિલીનનનતિકર રૂ૫ .
અર્થ : દેવ, અતિથિ અને રંક જનની સેવા કરવી.
વિવેચન–કલેશ ઉત્પન્ન કરનાર કર્મના સેંકડે વિપાથી મુક્ત થયેલા, અને જેમની દેવતાઓ નિરંતર સ્તુતિ કરે છે, જેમનામાં અનંત વીર્ય અને અનંત સુખ છે, અને જે કરૂણાની મૂર્તિ છે, તે દેવ કહેવાય છે. તેમને અજ, અહંત, અરૂહન, અનંત, બુદ્ધ, શંભુ, ઈત્યાદિ નામ આપવામાં આવેલાં છે. પણ સર્વે નામ પરમાત્માના ગુણને સૂચવનારાં છે. માટે એવા દેવની નિરંતર ભક્તિ કરવી.
જેઓ સર્વ દિવસોને એક સરખા માને છે, અને ગૃહસ્થની જેમ તિથિઓમાં ભેદ રાખતા નથી, તે અતિથિ કહેવાય છે. કહ્યું છે કે –
तिथिः पर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना । अतिथिं तं विजायानीयाच्छेषमभ्यागतं विदुः ॥
જે મહાત્મા પુરૂષાએ પર્વ ઉત્સવ આદિ વિશેષ તિથિઓ ત્યાગ કરી છે, તેમને અતિથિ સાધુ જાણવા, અને બાકીનાને અભ્યાગત કહેવા.
આવા સાધુ મુનિરાજની યથાશક્તિ ભક્તિ કરવી, અને અન્નપાવ આપી આદરસત્કાર કરવે; કારણ કે તીર્થકરે અને કેવળ જ્ઞાનીએાના અભાવે તે જ્ઞાનના રક્ષણ કરનારા અને પરંપરાએ