________________
३८
गुरुतत्त्वसिद्धिः
અસંયમી શી રીતે કહી શકાય? (તેઓ સંયમી જ છે અને તેથી તેઓને વંદન કરવામાં પણ કોઈ બાધ નથી. એવું જણાય છે.)
હવે આ વિશે ફલિતાર્થ જણાવે છે –
____ तस्मादलं पार्श्वस्थादिलक्षणगवेषणक्लेशेन, किन्तु कालोचितयतनया यतमानाः साधवो बकुशकुशीलत्वं न व्यभिचरन्तीति वन्द्या एव ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ:- તેથી પાર્થસ્થાદિના લક્ષણોને શોધવાના ફ્લેશથી સર્યું. પણ કાળોચિત યતનાથી યત્ન કરતા સાધુઓ બકુશ-કુશીલપણાને છોડતા નથી, એટલે વંદનીય જ છે..
* વર્તમાનકાલીન સાધુઓને વંદન આવશ્યક * વિવેચન :- તેથી વર્તમાનકાળમાં વિચરતા સાધુઓ પાર્થસ્થ છે કે અવસગ્ન વગેરે ? તેઓમાં પાસત્થાના લક્ષણો છે કે સંવિગ્નના?' એવી બધી વિચારણા કરવાના ક્લેશથી સર્યું..
અને તેવો ક્લેશ ન આદરવાનું કારણ એ જ કે, વર્તમાનકાળના સાધુઓમાં નાના-નાના થોડા દોષો તો હોવાના જ. હવે તેવા દોષોને સામે રાખીને જો તેઓને પાસત્યાદિ માની લેવાય, તો જીવ પોતે જ તેમની પાસેથી થનારા ધર્મલાભથી વંચિત રહી જાય અને તો તે પોતે જ સન્માર્ગભ્રષ્ટ થઈ જાય!
હા, “મારા ગુરુમાં રહેલા દોષો મને ઉન્માર્ગ તરફ તો નહીં દોરવી જાય ને? વધુ સંસારનું કારણ તો નહીં બને ને?' - એવી તપાસ અવશ્ય કરવી.. સંવિગ્ન-ગીતાર્થ ગુરુ હોય તો તેવા ઉન્માર્ગે લઈ જનારા દોષો તેઓમાં હોય જ નહીં.. પણ નાના-નાના દોષો જોઈને “આ પણ પાર્થસ્થાદિ છે - આ પણ પાર્થસ્થાદિ છે એવું માનવું અને એવું માની બધા સાધુઓથી વિમુખ થઈને ફલતઃ ધર્મથી વિમુખ બની જવાનું ન થાય, એની ખાસ કાળજી રાખવી – એ શિખામણ છે..
ફલિતાર્થ:- તેથી વર્તમાનકાળને ઉચિત યતનાપૂર્વક પોતાની શક્તિસામર્થ્યના અનુસાર જે સાધુઓ સંયમયોગોમાં ઉદ્યમ કરી રહ્યા છે, તેઓ નાના દોષવાળા હોવા છતાં પણ એક પ્રકારના બકુશનિગ્રંથ અને કુશીલનિJર્થ જ છે. અને તેથી તેઓને વંદન કરવા જ જોઈએ. આ વિશે શ્રીજિનવલ્લભસૂરિ મહારાજે દ્વાદશકુલક નામના ગ્રંથમાં સરસ વાત કહી છે કે –
–99 यदुक्तं श्रीजिनवल्लभसूरिभिादशकुलक्यां - कालाइदोसओ जइवि कह वि दीसंति तारिसा न जई। सव्वत्थ तह वि नस्थित्ति नेव कुज्जा अणासासं ॥१॥ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - * "कालोचियजयणाए, मच्छरसहियाण उज्जमंताणं।
નગનત્તાહિયા, હો નન્ન નળ સયા | "(સવોથu૨-૮૪, નાદ્ધિાર-૨૭૨ )
-