________________
गुर्जरविवेचनसमन्विता
३७
ઉત્તરઃ- જુઓ - જઘન્ય, જઘન્યતર, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતર એવા ભેદે સંયમસ્થાનો અસંખ્યાતા છે, અર્થાત્ જઘન્યાદિ ભેદે સંયમના અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે.
તે આ પ્રમાણે – જઘન્ય (=પહેલા) અધ્યવસાયસ્થાન કરતાં બીજું અધ્યવસાયસ્થાન સંયમપરિણામની અપેક્ષાએ અનંતભાગવૃદ્ધ હોય, બીજા કરતાં ત્રીજું અનન્તભાગવૃદ્ધ..એ રીતે અનંતભાગવૃદ્ધિવાળા અસંખ્ય અધ્યવસાયસ્થાનો હોય, ત્યાર પછીનું અધ્યવસાયસ્થાન અસંખ્યાતભાગવૃદ્ધિવાળું હોય અને એક અસંખ્યાતભાગવૃદ્ધ સ્થાન પછી કંડકપ્રમાણ ફરી અનંતભાગવૃદ્ધ સ્થાનો હોય, પછી ફરી એક અસંખ્યાતભાગવૃદ્ધ સ્થાન હોય..આવા ઉત્તરોત્તર અસંખ્યાતભાગવૃદ્ધિવાળા અધ્યવસાયસ્થાનો પણ અસંખ્યાતા હોય.. એ જ રીતે સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિવાળા અધ્યવસાયસ્થાનો પણ અસંખ્યાતા-અસંખ્યાતા સમજવા. આ પ્રમાણે સંયમસ્થાનો ષસ્થાનપતિત છે.
હવે મૂળ વાત પર આવીએ. ચારિત્રના પરિણામો પણ સંયમસ્થાનના અધ્યવસાયરૂપ જ છે. તેથી ચારિત્ર પરિણામના પણ ઉત્કૃષ્ટ-જઘન્યાદિ ભેદે અસંખ્ય પ્રકારો થાય. આવું ઉત્તરાધ્યયનસૂત્ર પરની બૃહવૃત્તિમાં જણાવ્યું છે..
એટલે કોઈકનો ચારિત્રપરિણામ એકદમ ઊંચો હોય, તો કોઈકનો તેનાથી થોડો નીચો હોય, તો કોઈકનો સાવ જ નીચો-જઘન્યકોટીનો હોય, છતાં પણ તે જઘન્યકોટીનો પરિણામ પણ ચારિત્રપરિણામ તો કહેવાય જ.. (તેને કંઈ જઘન્ય હોવા માત્રથી અસંયમનો પરિણામ નથી કહેવાતો..) તેથી પુલાક વગેરે મૂળ-ઉત્તરગુણના વિરાધક હોવાથી, તેમને ભલે ઉત્કૃષ્ટ ચારિત્ર ન હોય, પણ અનુષ્ટ-જઘન્યજઘન્યતરાદિ ચારિત્ર તો તેમને પણ હોઈ શકે જ છે. એટલે જ તેઓને નિગ્રંથ-શ્રમણ કહેવાય છે..
ઉપદેશ આ પ્રમાણે પુલાકાદિ મૂળ-ઉત્તરગુણોના વિરાધકોને પણ જો નિગ્રંથ કહ્યા હોયે, તો વર્તમાનકાળમાં જયણાપૂર્વક વિચરતા સાધુઓમાં નાના-નાના દોષો દેખાય તેટલા માત્રથી તેઓને
- - - - છે. અહીં એક વાતની સ્પષ્ટતા અત્યંત આવશ્યક છે કે પુલાક વગેરે મોહક્ષય માટે ઉદ્યમશીલ હોય છે અને પ્રાયશ્ચિત્ત-પશ્ચાત્તાપ દ્વારા પોતાના વડે થયેલી વિરાધનાની શુદ્ધિ કરવામાં તત્પર હોય છે અને ફરી તેવી વિરાધના ન થાય તેની કાળજીવાળા હોય છે.. પણ તેઓ જો સાવ નિષ્ફરપરિણામી થઈ જાય, તો તેઓ પણ સંયમસ્થાનથી શ્રુત થાય
જ..
એટલે-“મૂળ-ઉત્તરગુણની વિરાધનામાં પણ સંયમપરિણામ રહે છે જ અને તેથી તેની વિરાધના કોઈ મોટો દોષ નથી..” – એવી ખોટી ભ્રમણામાં ન રહેવું..
બીજું વંદનમાં આટલો વિવેક જણાય છે-નાના-નાના દોષો હોય. અને મોટા દોષોમાં પણ પ્રાયશ્ચિત્ત-પ્રશ્ચાત્તાપ અને પુનઃઅકરણના પરિણામો હોય, તો તેઓને વંદન કરી શકાય.. (તેઓમાં નિગ્રંથપણું શાસ્ત્રસિદ્ધ છે..)
પણ જેઓ સ્ત્રીસ્પર્શ કરવા વગેરે રૂપે નિષ્ફરપણે વિરાધનાઓ કરી રહ્યા છે, તેઓ શાસનના શત્રુ છે, સંવેગીપંથના લોપક છે.. તેઓને વંદન કરી શકાય નહીં – એ ઉચિત જણાય છે.. તેઓને વંદન કરવામાં, લોકષ્ટિએ તેઓમાં રહેલા સ્ત્રીસ્પર્શ વગેરે તિરસ્કરણીય દોષોનું બહુમાન કરાયેલું થાય છે. એટલે આ વિશે શાસ્ત્રદિશાને અનુસરી ગુરુ-લાઘવાદિ વિચારણાપૂર્વક ઔચિત્યથી પ્રવર્તવું - એ સન્માર્ગ છે.