________________
(૮)
( આ પ્રતિજ્ઞાને ઊંડાણથી વિચારીએ - કોઈ વ્યક્તિ અરિહંતને દેવ તરીકે સ્વીકારે, તેમની વાણીને તત્ત્વ તરીકે સ્વીકારે, પણ ગુરુ તરીકે કોઈને ન સ્વીકારે તો? શાસ્ત્રકાર કહે છે – એનામાં સમ્યક્ત નથી.. એટલે જ પ્રતિજ્ઞામાં ગુરુતત્ત્વનો સ્વીકાર પણ મૂકી જ દીધો છે..
ઉપદેશરહસ્યમાં મહો. શ્રી યશોવિજયજી મહારાજે ગુરૂઆશાને છોડનારની જિનાજ્ઞારુચિ એ સ્વરુચિમાં જિનાજ્ઞારુચિનો ભ્રમ છે, એવું કહ્યું છે..
પંચાશક ગ્રંથરત્નમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ગુર્વાશાને ત્યાગનારા પ્રાયઃ અભિન્નગ્રંથિક છે, તેવું જણાવ્યું છે..
એટલે છે જેમ અરિહંતને પરમાત્મા માનવા જરૂરી છે, © તેમના વચનને ધર્મ માનવો જરૂરી છે, © તેમ સાધુ ભગવંતોનો ગુરુ તરીકે સ્વીકાર પણ અનિવાર્ય છે.. એ વિના મોક્ષમાર્ગ બનતો નથી..
ગુરુતત્ત્વનો સ્વીકાર એટલે? માત્ર તેમને પૂજ્ય માનવા એ નહીં, કારણ કે કોઈપણ ગુણાધિકને પૂજ્ય માનવાના છે. ગુરુનો સ્વીકાર એટલે ગુરુને સમર્પણ.. તેમની દરેક ઇચ્છા અને દરેક વચનનો સ્વીકાર, તેના અમલ માટે યથાશક્ય પુરુષાર્થ એ ખરો ગુરુ તરીકે સ્વીકાર છે, ગુરુપદે સ્થાપના છે.
કાળની એ બલિહારી છે કે શ્રાવકવર્ગ, સાધુભગવંતોને પૂજ્ય માને છે, ભક્તિ કરે છે, પણ વચનપાલનમાં તો સાવ જ બેદરકાર છે. તેને મન તો “ગુરુની નિશ્રા એટલે ગુરુને પાટ પર બેસાડીને પોતાની શોભામાં વૃદ્ધિ કરવી; બાકી તેમની કોઈ વાત માનવાની કે તેમને પૂછવાની કોઈ જરૂર નહીં !!
જિનશાસનમાં અભ્યાસ બે પ્રકારનો જણાવ્યો છેઃ (૧) ગ્રહણશિક્ષા અને (૨) આસેવનશિક્ષા.
ગ્રહણશિક્ષા એટલે સૂત્ર-અર્થનો અભ્યાસ... સૂત્ર કદાચ પુસ્તકોમાંથી મળી જાય.. પણ તેનો વાસ્તવિક અર્થ -રહસ્યાર્થ-ઐદંપર્યાર્થ તો ગીતાર્થ ગુરુ પાસે જ મળી શકે છે. પંડિતો પણ ગુરુગમ વિના તેને પામી શકતા નથી.
અને
આસેવનશિક્ષા એટલે ક્રિયાઓનું જ્ઞાન. તે તો ગુરુ વિના કોણ આપે બધું પુસ્તકોમાંથી ન મળે.. જેમ કે રજોહરણનું માપ, તેના અંગો (દાંડી, દશી, નિષદ્યા વિ.) શાસ્ત્રોમાં બતાવ્યા છે. પણ તે બધામાંથી રજોહરણ કેવી રીતે બનાવવું, તે તો ગુરુ જ બતાવી શકશે !
કાત્રિશદ્ દ્વાત્રિશિકામાં મહો. શ્રી યશોવિજયજી મહારાજે બે પ્રકારનો માર્ગ બતાવ્યો છેઃ (૧) જિનવચન અને (૨) ગુરુપરંપરા (ગુરુવચન).
અર્થાત્ ગુરુ પાસેથી મળેલ માર્ગ, પરમાત્મા પાસેથી મળેલા માર્ગ તુલ્ય છે..