________________
Do
(૭)
પ્રાસ્તાવિકમ ગુરુકૃપા સે પ્રભુ મિલ... (અો ચેવ પરમપુરુસંગોળો... - પંચસૂત્ર)
એક તત્ત્વચિંતકની પાસે એક તેજીલો તોખાર યુવાન આવ્યો અને કહેવા માંડ્યો ‘સાધનામાર્ગ સ્વબળે ખેડવાનો છે, તેમાં ગુરુની કોઈ આવશ્યકતા નથી. ગુરુ શું કરવાના છે ?...' સામે જ નદી હતી. તેમાં એક હોડીને નાવિક હલેસાંથી તરાવી રહ્યો હતો.
તત્ત્વચિંતકે યુવાનને પૂછ્યું, ‘આ હોડી ક્યારે સામે કિનારે પહોંચશે ?’
યુવાને કહ્યું, ‘૧ કલાક તો લાગશે જ..'
તત્ત્વચિંતકે ફરી પૂછ્યું, ‘અને એ હોડીનું લંગર પેલી બાજુ જઈ રહેલી આગબોટમાં ભરાવી દઈએ તો ?’
યુવાને કહ્યું, ‘૧૦ મિનિટમાં પહોંચી જાય..'
સ્મિત કરતાં તત્ત્વચિંતક બોલ્યા, ‘એ જ કાર્ય ગુરુ કરે છે..’
પ્રસંગમાં તો ગુરુ વિના પ્રગતિ ધીમી પડે એવો સાર છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુરુ વિના દિશા જ ખોટી પકડાય છે, પ્રગતિ જ થતી નથી.
અધ્યાત્મમાર્ગમાં ગુરુની અનિવાર્યતા પ્રાયઃ સર્વ દાર્શનિક વિદ્વાનોએ સ્વીકારી છે..
જિનશાસન કદાચ તેમાં શિરમોર છે.. ગુરુતત્ત્વના હાર્દિક સ્વીકાર વિના કઠોરમાં કઠોર સાધના પણ આત્મકલ્યાણ કરી શકતી નથી, એટલું જ નહીં અધોગતિ થઈ શકે છે.. શાસ્ત્રકારોએ આ વાત અત્ર-તંત્ર-સર્વત્ર જણાવી છે..
જિનશાસનમાં પ્રવેશ સમ્યક્ત્વના સ્વીકાર - પ્રતિજ્ઞાથી થાય છે, જેના શબ્દો છે :
अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहुणो गुरुणो ।
जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं ॥१॥ ( आव. निर्यु.)
© અરિહંત પરમાત્મા મારા દેવ,
સુવિહિત સાધુ ભગવંતો મારા ગુરુ
© કૈવલિની પ્રરૂપણા એ જ સાચું તત્ત્વ.. આ સમ્યક્ત્વ છે...