________________
गुर्जरविवेचनसमन्विता
१०१
* ગ્રંથનો બિનજરૂરી ઉપકરણ, ધન વગેરેનો સંગ્રહ કરનારા..
સ્નાન, બહુમૂલ્ય વસ્ત્રો પહેરવા વગેરે દ્વારા શરીરાદિની વિભૂષા કરનારા..
સમુદાયમાં ન રહેતાં એકલા ભમનારાં.. ત્ર પોતાની ઇચ્છાનુસારે કલ્પલાં સ્વછંદ વચનોને બોલનારા.. અને સ્વચ્છંદ વર્તન કરનારા.. (ચૈત્યવંદનકુલક શ્લોક-૨૩, મિથ્યાત્વસ્થાનવિવરણકુલક શ્લોક-૩૨)
(૩) ચૈત્ય, મઠ વગેરેમાં રહેનારા.
સાધુપ્રાયોગ્ય વસતિમાં પણ સદા કાળ માટે-નિત્ય રહેનારા.. * ગીત-સંગીતો ગાયા કરનારા..
* સુવર્ણકુસુમોથી બનેલી સ્વર્ણમુદ્રા-રજતમુદ્રા વગેરે મૂકાવવા દ્વારા પોતાના ચરણોની પૂજા કરાવનારા.. (ચૈત્યવંદનકુલક શ્લોક-૨૪, મિથ્યાવસ્થાનવિવરણકુલક શ્લોક-૩૩)
આવા સાધુઓ માત્ર નામધારી સાધુઓ છે – એવું જણાવવા કહે છે –
तिविहं तिविहेणेअं मिच्छत्तं जेहिं वज्जिअं दूरं । निच्छयओ ते सड्डा अन्ने उण नामओ चेव ।।४।।
___(मिथ्यात्वस्थानविवरणकुलक गाथा ३४, चैत्यवंदनकुलक गाथा २५) अत एव - सेसी मिच्छदिट्ठी गिहलिंगकुलिंगदव्वलिंगेहिं ।
– ગુરગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચન:
(૪) ઉપર કહેલા સાધુઓ માત્ર નામધારી સાધુઓ છે. એટલે જ... જે શ્રાવકો દ્વારા તિવિહં તિવિદેf (મનન, વચન, કાયાથી કરણ-કરાવણ-અનુમોદન દ્વારા) આ=કુસાધુ સાથેના સંગરૂપમિથ્યાત્વ ત્યાગ કરાયેલું છે, તે શ્રાવકો જ નિશ્ચયથી પરમાર્થથી શ્રાવકો છે. બાકીના શ્રાવકો તો નામમાત્રથી જ શ્રાવકો છે. (ચેત્યવંદનકુલક શ્લોક-૨૫, મિથ્યાત્વસ્થાનવિવરણકુલક-૩૪)
એટલે જ પરમપૂજ્ય ધર્મદાસગણિએ ઉપદેશમાલામાં પણ જણાવ્યું છે કે –
“(૧) સર્વપાપ-પ્રવૃત્તિના ત્યાગના કારણે યતિધર્મ-સાધ્વાચાર એ સર્વોત્તમ મોક્ષમાર્ગ છે,(૨) બીજો માર્ગ શ્રાવકધર્મ, અને (૩) ત્રીજો માર્ગ સંવિગ્નપાક્ષિક ધર્મ છે.” (શ્લોક-૫૧૯) – – – – – – – – – – - - - - --
– – – – – જ “સીવનનો પરિવજ્ઞMI ૩ સબુત્તમો ગફુધખો !
बीओ सावगधम्मो, तइओ संविग्गपक्खपहो ॥५१९॥' ( उपदेशमालाप्रकरणम्)
ત્ર પાછલા બે ધર્મ મોક્ષમાર્ગરૂપ ચારિત્ર પ્રત્યે કારણ હોવાથી એ પણ મોક્ષમાર્ગ છે, કારણમાં કાર્યનો ઉપચાર થાય..
–