SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः पहगमणवसहिआहार-सुयणथंडिल्लविहिपरिट्ठवणं । नायरइ नेव जाणइ, अज्जावट्टावणं चेव ।।३७९।। सच्छंदगमणउट्ठाण-सोयणो अप्पणेण चरणेण । समणगुणमुक्कजोगी, बहुजीवखयंकरो भमइ ।।३८०।। – ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચનઃ (૨૯) * ગુરુ વાપરતા હોય તે શય્યા (=શયનભૂમિ), (સંથાર ) પાટઆદિ, તથા (વર્ષાકલ્પ= ખાસ કામળી વગેરે) ઉપકરણસમૂહને પોતે વાપરે..(હકીકતમાં ગુરુસંબંધી બધું ભોગ્ય નહીં, પણ વંદનીય હોય છે.) * ગુરુ બોલાવે ત્યારે શું છે? એમ કહે..(માથું ઝુકાવી ‘સ્થા વંfમ' ન કહે.) * ગુરુ સાથે વાત કરતાં, ‘તમે-તમે કહે! (‘આપ’ એવું માનભર્યું વચન કહેવાય, તો વિનીત ગણાય.. પણ આ) અવિનીત, ગર્વિષ્ઠ અને (સુદ્ધોત્ર) વિષયાદિમાં ગૃદ્ધ હોવાથી આ રીતે બોલે છે. (ઉપદેશમાલા શ્લોક-૩૭૭) (૩૦) * ગુરુ, અનશની, બિમાર, શૈક્ષક ( નૂતનદીક્ષિત) અને બાળમુનિથી ભરેલા ગચ્છનું (=ગચ્છમાં રહેલા સાધુઓનું) કરવા યોગ્ય સેવાકાર્ય એ ન કરતો હોય, અરે !) પૂછતો ય ન હોય (ક મહાનુભાવ! મારે યોગ્ય સેવા છે?) * નિધર્મી આચારોનું પાલન ન કરનારો.. * માત્ર વેષના આધારે આજીવિકા ચલાવનારો.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૮) (૩૧) * માર્ગે ગમન, મુકામ, આહાર, શયન, ચંડિલભૂમિ અંગેની વિધિ (=કેવો આહાર કલ્પે? વગેરે વિધિ) અને પરિઝાપનની (=અધિક અશુદ્ધ આહારાદિ લાવ્યા હોય તો તેને પરઠવવાની) વિધિ (જાણવા છતાં નિર્ધમી હોઈ) ન આચરે.. * અથવા તો તેવી વિધિને જાણતો જ ન હોય.. *સાધ્વીજીઓને સંયમની રક્ષા માટે વિધિપૂર્વક પ્રવર્તાવવાનું કરે નહીં, અથવા જાણે પણ નહીં. (ઉપદેશમાલા શ્લોક-૩૭૯) (૩૨) * (ગુર્વાજ્ઞા વિના) સ્વેચ્છાથી ગમન, ઊઠવાનું (=આસન પરથી ઊભા થવાનું), અને શયનને કરનારો.. * (સ્વેચ્છાચારી હોવાથી જ) પોતાની બુદ્ધિથી કલ્પેલા આચરણ પ્રમાણે વિચરનારો.. * શ્રમણપણાના જ્ઞાનાદિ ગુણોમાં પ્રવૃત્તિ વિનાનો.. * (અને જ્ઞાનાદિમાં ન પ્રવર્તતો હોવાથી જ) ઘણા જીવોને નાશ કરતો વિચર્યા કરે છે.. (ઉપદેશમાલા શ્લોક-૩૮૦)
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy