________________
गुर्जरविवेचनसमन्विता
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચન:(૨૫) * મોટા અવાજથી ગાય અથવા સામાન્ય સંગીત કરે.. * ખુલ્લાં મુખે (જોરથી ખડખડાટ) હસે.. * (હાસ્યોદ્દીપક વચનો બોલીને કે ચાળા પાડીને) સદા કંદર્પ (હાસ્ય-મજાક) કરે.. * ગૃહસ્થનાં કાર્યોની ચિંતા કરે..
ઓસન્નોને શિથિલાચારીઓને વસ્ત્ર વગેરે આપે.. અથવા તેમની પાસેથી લે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૩)
(૨૬) * (આજીવિકાદિ માટે કે લોકોને ખુશ કરવા) ધર્મકથાઓને (શાસ્ત્રોને) કરે.. * ઘેર ઘેર ધર્મકથાને કરતો (=ઉપદેશ આપતો) ફરે..
* ગણતરીથી (=સંખ્યાથી) તથા માપથી (પ્રમાણથી) વધારે (ઘણાં તથા મોટા) ઉપકરણો રાખે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૪)
(૨૭) લઘુનીતિ પરઠવવાની બાર ભૂમિ, વડીનીતિ પરઠવવાની બાર ભૂમિ, કાળગ્રહણ લેવા યોગ્ય ત્રણ ભૂમિ - એમ ઉપાશ્રયની અંદર અને બહાર મળીને સત્તાવીશ અંડિલ ભૂમિઓ છે. તેમાં સમર્થ સાધુએ દૂર જવું યોગ્ય છે.. તો આવી ભૂમિને ન પડિલેહે, અર્થાત્ ઉપયોગપૂર્વક ન દેખે, (તે પાસત્નો સમજવો.)
તે ભૂમિઓ બધી દિશામાં જઘન્યથી પોતાના હાથપ્રમાણ અને નીચે ચાર આંગળ જેટલી અચિત્ત હોવી જોઈએ.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૫)
(૨૮) * ગીતાર્થ (=આગમના જ્ઞાતા), સંવિગ્ન (=મોક્ષાભિલાષી, ઉઘતવિહારી) એવા આચાર્યને કારણ વિના જ છોડી દે.. (અગીતાર્થ-અસંવિગ્નને આગમોક્ત ક્રમથી છોડે એમાં દોષ નથી.)
* ક્યારેક પ્રેરણા આપનાર (છત્ર) ગુરુને (વનડું=) ઉત્તર દેવા સામો થાય..
* ગુરુને પૂછયા વિના (કોઈકને) કોઈક (વસ્ત્રાદિ) આપે, અથવા (કોઈક પાસેથી) લે.. અર્થાત્ પૂછ્યા વિના જ આપવા-લેવાનો વ્યવહાર રાખે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૬).
વળી તે જીવ -
गुरुपरिभोगं भुंजइ, सिज्जासंथारउवगरणजायं । किं ति य तुमं ति भासइ अविणीओ गविओ लुद्धो ॥३७७।। गुरुपच्चक्खाणगिलाण, सेहबालाउलस्स गच्छस्स । न करेइ नेव पुच्छइ, निद्धम्मो लिंगमुवजीवी ।।३७८।।