SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩ तस्मादागमोदितयतनयाऽध्यात्मशुद्धिरेव संयमरक्षाहेतुर्नत्वनाभोग इति स्थितम् । अत एव विरताविरतयोर्जानतोरजानतोश्च विराधनायां यतनाऽयतनानिमित्तकाऽध्यात्मशुद्धि तदशुद्धिविशेषात् कर्मनिर्जराबन्धविशेषो व्यवस्थितः । तदुक्तं बृहत्कल्पभाष्यवृत्त्योद्वितीयखण्डे (३९३८) - अथ ज्ञाताज्ञातद्वारमाह - जाणं करेइ इक्को हिंसमजाणमपरो अविरओ अ । तत्थवि बंधविसेसो महंतरं देसिओ समए ।। इह द्वावविरतो, तत्रैकस्तयोर्जानन् हिंसां करोति विचिन्त्येत्यर्थः, अपरः पुनरजानन्, तत्रापि तयोरपि बन्धविशेषः महंतरं ति महताऽन्तरेण देशितः समये-सिद्धान्ते । तथाहि - यो जानन् हिंसां करोति स तीव्रानुभावं बहुतरं पापकर्मोपचिनोति, इतरस्तु मन्दतरविपाकमल्पतरं तदेवोपादत्ते (३९३९) - विरतो पुण जो जाणं कुणति अजाणं व अप्पमत्तो य । तत्थवि अज्झत्यसमा संजायति णिज्जरा ण चओ ।। यः पुनर्विरतः प्राणातिपातादिनिवृत्तः स जानानोऽपि 'सदोषमिदं' इत्यवबुध्यमानोऽपि गीतार्थतया द्रव्यक्षेत्राद्यागाढेषु प्रलम्बादिग्रहणेन हिंसां करोति, यद्वा न जानाति परमप्रमत्तो विकथादिप्रमादरहित उपयुक्तः सन् (છતી વિરાધનાએ પણ સંયમરક્ષામાં અધ્યાત્મશુદ્ધિ એ હેતુ, અનાભોગ નહિ) તેથી નદી ઉતરવા વગેરેમાં જીવવવિરાધના થતી હોવા છતાં સંયમની જે રક્ષા થાય છે તેમાં જીવનો અનાભોગ હોવો એ હેતુ નથી પણ આગમોક્ત જયણાથી જળવાઈ રહેલ અધ્યાત્મશુદ્ધિ એ જ હેતુ છે એ વાત નક્કી થાય છે. કારણ કે જનજીવોનો આભોગ હોય છે અનાભોગ નહિ એ વાત અને આભોગ હોવા છતાં હિંસા થવામાં પણ શુદ્ધત્વ જળવાઈ રહે છે એ વાત નિશ્ચિત થઈ ગઈ છે.) તેથી જ વિરત-અવિરતથી થતી તેમજ જાણકાર-અજાણકારથી થતી વિરાધનામાં જયણા અને અજયણારૂપ નિમિત્તકારણનો ફેર પડવાથી અધ્યાત્મની જે વિશેષ પ્રકારે ક્રમશઃ શુદ્ધિ કે અશુદ્ધિ થાય છે તેના કારણે કર્મનિર્જરા કે કર્મબંધ થાય છે. એવું શાસ્ત્રમાં દેખાડ્યું છે. બૃહત્કલ્પભાષ્ય અને તેની વૃત્તિમાં દ્વિતીય ખંડમાં કહ્યું છે કે (૩૯૩૮-૩૯૩૯) “હવે જ્ઞાત-અજ્ઞાત દ્વાર કહે છે – બે અવિરત જીવો છે. એમાંથી એક જાણીને=મારવાનો વિચાર કરીને હિંસા કરે છે અને બીજો અજાણપણે હિંસા કરે છે. તો તે બંનેમાં અવિરતપણું સરખું હોવા છતાં કર્મબંધમાં મોટો ફેર પડે છે એવું સિદ્ધાંતમાં કહ્યું છે. જે જાણીને હિંસા કરે છે તે તીવ્ર રસવાળું ઘણું કર્મ બાંધે છે. જ્યારે બીજો મંદરરસવાળું અલ્પ કર્મ બાંધે છે. પ્રાણાતિપાત વગેરે પાપથી અટકેલ બે વિરતિધર છે. તેમાં એક “મારી પ્રલંબગ્રહણાદિની આ પ્રવૃત્તિ સદોષ છે = હિંસાદિ દોષયુક્ત છે. એવું જાણતો १. जानन् करोति एको हिंसामजानन्नपरोऽविरतश्च । तत्रापि बंधविशेषो महताऽन्तरेण देशितः समये ॥ २. विरतः पुनर्यो जानन् करोत्यजानन् वाऽप्रमत्तश्च यः । तत्रापि अध्यात्मसमा संजायते निर्जरा न चयः ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy