SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 9 ܘ કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર અન્યથાનાવાર | તિ | एतेन 'लौकिकघातकत्वव्यवहारविषयीभूतैव हिंसा महाऽनर्थहेतुरि ति परस्य यत्र तत्र प्रलपनमपास्तम् । अपि चैवमापवादिकोऽपि वधो महाऽनर्थाय संपद्यते, ज्ञानादिहानिनिवारण मात्राभिप्रायस्य संयमपरिणतेरनपायहेतुत्वेऽपि तत्कृतवधे लौकिकपातकत्वव्यवहारविषयत्वेनाशुद्धत्वानिवृत्तेः । पठ्यते च यतनादिनाऽपवादस्य शुद्धत्वमेव । तदुक्तं बृहत्कल्पभाष्ये (४९४६) - गीयत्थो जयणाए कडजोगी कारणंमि णिद्दोसो । एगेसिं गीयकडो अरत्तदुट्ठो य जयणाए ।। હોવાથી તેને તીવ્રકર્મબંધ થાય છે એ) દૃષ્ટાન્ત પણ સુપ્રસિદ્ધ જ છે. આમ વધ્ય-વધકના ભાવની અપેક્ષાએ કર્મબંધમાં સાદગ્ધ પણ હોય છે અને વૈસદશ્ય પણ હોય છે એ માનવું જોઈએ. એ ન માને તો અનાચાર થાય છે.” સૂત્રકૃતાંગ અને તેની વૃત્તિના આ વચનો પરથી એ ફલિત થાય છે કે ક્યારેક સ્થૂલત્રસની વિરાધના કરતાં સ્થાવર-સૂક્ષ્મત્રસની વિરાધના પણ દુષ્ટ હોય છે. અને એ માટે હિંસકમાં માનવા પડતાં તીવ્રસંક્લેશાદિની સંગતિ માટે તેઓનો આભોગ હોવો પણ માનવો પડે છે. (આભોગપૂર્વકની આપવાદિકહિંસા દુષ્ટ બની જવાની આપત્તિ) જેનાથી લોકમાં હિંસક તરીકે ઉલ્લેખ થાય તેવી હિંસા જ મહા અનર્થનું કારણ બને છે એવો પૂર્વપક્ષીએ જયાં ત્યાં કરેલો પ્રલાપ પણ સૂત્રકૃતાંગના આ વચનથી ખોટો હોવો જાણવો. વળી આભોગપૂર્વકની હોવા માત્રથી કે “હિંસક” તરીકેના લૌકિક વ્યવહારનો વિષય બનતી હોવા માત્રથી જો હિંસા મહાઅનર્થકારી બની જતી હોય તો તો આપવાદિક હિંસા પણ તેવી જ બની જાય, કારણ કે તેમાં જ્ઞાનાદિની થનાર હાનિનું નિવારણ માત્ર કરવાનો જે અભિપ્રાય રહ્યો હોય છે તે સંયમની પરિણતિની હાનિનો અહેતુ હોવા છતાં, તે હિંસામાં “પાપ” તરીકેના લૌકિકવ્યવહારની વિષયતા તો રહી જ હોવાથી તમારા અભિપ્રાય મુજબનું અશુદ્ધત્વ પણ તેમાંથી દૂર થયું હોતું નથી. “તેમાં તેવું અશુદ્ધત્વ રહ્યું હોઈ એ અનર્થકારી બને છે તેવું માનવામાં વાંધો શું છે?' એવું ન પૂછવું, કારણ કે જયણા વગેરેથી સેવાતા અપવાદને શાસ્ત્રમાં શુદ્ધ જ કહ્યો છે, અશુદ્ધ નહિ. બૃહત્કલ્પભાષ્ય (૪૯૪૬)માં કહ્યું છે કે “જે ગીતાર્થ છે, જયણાપર્વક પ્રવર્તે છે, કૃતયોગી (તે તે કાર્યનો - તપ વગેરેનો અભ્યાસી) છે તે, અને જ્ઞાનાદિની રક્ષા વગેરે કારણવાળો છે, તે જે અપવાદને સેવે છે તેમાં એ નિર્દોષ હોય છે, આમ ગીતાર્થ, જયણા, કૃતયોગી, અને કારણ એ ૪ પદના ૧૬ ભાંગા થાય. એમાં આ પ્રથમ ભાંગો શુદ્ધ (નિર્દોષ) જાણવો. બીજા આચાર્યો આ ૪ના બદલે ગીતાર્થ, કૃતયોગી, અરક્ત, અષ્ટિ અને જયણા એ પાંચ પદના ૩૨ ભાંગા માને છે. એમાંનો આ કહેલો પ્રથમ ભાંગો નિર્દોષ હોય છે.” १. गीतार्थो यतनया कृतयोगी कारणे निर्दोषः। एकेषां गीतकृतोऽरक्तद्विष्टश्च यतनया ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy