SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ o ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ षहसत्ताया अपि भगवत्यविरोधात्, 'तथाप्रकारेण तथाविधं कर्म क्षपणीयं' इत्यभिप्रायाच्च न रागादिविकल्पः, तथाविधसाध्वाचारस्थितिपरिपालनाऽभिप्रायेणैव वा तद् इति धर्मार्थमत्युपगृहीतत्वाद् द्रव्यपरिग्रहे भगवतो न दोषः । यज्जातीयद्रव्याश्रवे संयतानामनाभोगेनैव प्रवृत्तिस्तज्जातीयद्रव्याश्रवस्यैव मोहजन्यत्वाभ्युपगमादनर्थदण्डभूतद्रव्यहिंसादेरेव तथात्वाद्, धर्मोपकरणरूपे द्रव्याश्रवे तु संयतानां नानाभोगेनैव प्रवृत्तिः, किन्तु धर्मार्थमत्याऽपरिग्रहत्वाभोगेनैव, (? धर्मार्थमत्या परिग्रहत्वाभोगेनैव ) इति स्वकारणलब्धजन्मनस्तस्य भगवत्यविरोधः इत्याशङ्कायामाह अववाओवगमे पुण इत्थं नूणं पइण्णहाणी ते । पावंति असुहजोगा एवं च जिणस्स तुज्झ मए । । ५१ ।। ૩૪ કારણભૂત શીત-ઉષ્ણાદિ પરિષહોની હાજરી પણ તેઓમાં અબાધિતપણે સંભવે જ છે. વસ્ત્રાદિ આવા કારણોએ રાખ્યા હોવા છતાં તેમાં રાગાદિ વિકલ્પ થવાથી એ ભાવપરિગ્રહરૂપ જ બની જશે એવી પણ સંભાવના હોતી નથી, કારણ કે “તે તે વિશેષપ્રકારનું કર્મ આ રીતે જ ખપાવવાનું છે’” એવા અભિપ્રાયથી વસ્ત્રાદિધારણ હોઈ રાગાદિ વિકલ્પ જ સંભવતા નથી. અથવા તો સાધ્વાચારની તેવા પ્રકારની મર્યાદાનું પરિપાલન કરવાના અભિપ્રાયથી જ વસ્ત્રાદિનું ધારણ હોઈ રાગાદિ વિકલ્પ થતા નથી. આમ ‘આ ધર્મ માટે છે' ઇત્યાદિ બુદ્ધિથી ઉપગૃહીત હોવાના કારણે કેવલી ભગવાનને દ્રવ્યપરિગ્રહ હોવામાં કોઈ દોષ રહેતો નથી. (અનાભોગજન્ય દ્રવ્યઆશ્રવ જ મોહજન્ય - પૂર્વપક્ષ) – તેમ છતાં દ્રવ્યાશ્રવ મોહસત્તાજન્ય હોવાથી કેવળીઓમાં મોહસત્તા માનવાનો દોષ તો ઊભો જ રહેશે ને!- એવી શંકા પણ ન કરવી, કારણ કે ૪ પ્રકારના દ્રવ્યાશ્રવમાં સાધુઓની અનાભોગથી જ પ્રવૃત્તિ થતી હોય તે પ્રકારનો દ્રવ્યાશ્રવ જ મોહસત્તાજન્ય મનાયો છે. જેનાથી સંયમ વગેરે રૂપ કોઈ અર્થ (પ્રયોજન) સરતું નથી તેવી અનર્થદંડભૂત હિંસા વગેરે સાધુઓથી અનાભોગથી જ થઈ જતી હોવાથી તે મોહજન્ય છે. પણ ધર્મોપકરણરૂપ દ્રવ્યાશ્રવમાં સાધુઓ અનાભોગથી જ પ્રવર્તે છે એવું નથી, પણ ધર્માર્થબુદ્ધિથી ‘આ (ભાવથી) અપરિગ્રહરૂપ છે' (કે પછી, ‘આ (દ્રવ્યથી) પરિગ્રહરૂપ છે') એવા આભોગપૂર્વક જ પ્રવર્તે છે. માટે એ મોહજન્ય હોતો નથી. તેથી (વસ્ત્રાદિ રાખવાના) ડ્રી વગેરે રૂપ સ્વકારણો ઊભા થયે છતે પ્રવર્તેલો તે દ્રવ્યપરિગ્રહ કેવલી ભગવાનમાં હોય તો એમાં કોઈ વિરોધ નથી. આવા પૂર્વપક્ષને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે - (દ્રવ્યપરિગ્રહને આપવાદિક માનવામાં પૂર્વપક્ષીને પ્રતિજ્ઞાહાનિદોષ) ગાથાર્થ : આ દ્રવ્યપરિગ્રહની બાબતમાં અપવાદ માનવામાં તમારી પ્રતિજ્ઞા હણાઈ જશે. વળી આ રીતે તમારા અભિપ્રાયમાં તો કેવળીઓમાં અશુભયોગો હોવાની પણ આપત્તિ આવશે.
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy