________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ ગઈણીયકૃત્ય વિચાર
૧૭ अथ-'उपशान्तमोहवीतरागस्य मोहनीयसत्ताहेतुकः कदाचिदनाभोगसहकारिकारणवशेन गर्हापरायणजनस्य प्रत्यक्षत्वाद् गर्हणीयो जीवघातो भवत्येव, न तु यथाख्यातचारित्रलोपस्तेन भवति, उत्सूत्रप्रवृत्तेरेव तल्लोपहेतुत्वात् । न च प्रतिषिद्धप्रतिषेवणमात्रेणोत्सूत्रप्रवृत्तिः, किन्तु सांपरायिकक्रियाहेतुमोहनीयोदयसहकृतेन प्रतिषिद्धप्रतिषेवणेन । सा चोपशान्तवीतरागस्य न भवति, तस्या मोहनीयानुदयजन्येर्यापथिकीक्रियया बाधितत्वात्, उत्सूत्रप्रवृत्तीर्यापथिकीक्रिययोः सहानवस्थानाद्, यदागमः- 'जस्स णं कोहमाणमायालोभा वुच्छिण्णा भवन्ति तस्स णं इरियावहिया किरिया कज्जति । तहेव जाव उस्सुत्तं रीयमाणस्स संपराइआ किरिया कज्जति, से णं उस्सुत्तमेव रीयइत्ति ।।' (भग. श. ७ उ. १) तथाऽस्माद् ‘उत्सूत्रप्रवृत्तिप्रतिबन्धिका भावत ईर्यापथिकीक्रियैव, यथाख्यातचारित्रप्रतिबन्धिका च मोहनीयोदयजन्या सांपरायिकी क्रिया भवति' इति सम्यक्पर्यालोचनायामुपशान्तवीतरागस्य नोत्सूत्रप्रवृत्तिर्न वा यथाख्यातचारित्रहानिरिति चेत् ? न, द्रव्यवधस्य गर्हणीयत्वे प्रतिषिद्धप्रति
(ઉપશાન્તમોહીની દ્રવ્યહિંસા પ્રતિસેવારૂપ ખરી, યથાખ્યાતનાશક નહિ. પૂર્વપક્ષ)
પૂર્વપક્ષઃ ઉપશાન્તમોહવીતરાગ ગુણઠાણે રહેલા જીવથી ક્યારેક મોહનીયની સત્તારૂપ હેતુ હાજર હોવાથી અનાભોગરૂપ સહકારી કારણવશાત્ જીવઘાત થાય જ છે જે ગર્તાપરાયણલોકોને પ્રત્યક્ષ હોઈ ગહણીય પણ બને જ છે. પણ તેનાથી યથાખ્યાતચારિત્રનો લોપ થઈ જતો નથી, કારણ કે ઉસૂત્ર (સૂત્રવિરુદ્ધ) પ્રવૃત્તિ જ તેના લોપનો હેતુ છે. વળી ઉત્સર્ગે નિષિદ્ધ હોય તેના પ્રતિસેવન માત્રથી ઉસૂત્રપ્રવૃત્તિ થતી નથી કિન્તુ સાંપરાયિકક્રિયામાં જે હેતુભૂત બને એવા મોહનીયકર્મના ઉદયથી યુક્ત તે સેવનથી ઉત્સુત્ર પ્રવૃત્તિ થાય છે. આવી ઉસૂત્રપ્રવૃત્તિ ઉપશાન્તવીતરાગીને હોતી નથી, કેમ કે મોહનીયકર્મના અનુદયના કારણે થયેલ ખર્યાપથિકીક્રિયાથી તે પ્રતિબંધિત થઈ ગઈ હોય છે. તે પણ એટલા માટે કે ઉસૂત્રપ્રવૃત્તિ અને ઈર્યાપથિકીક્રિયા વચ્ચે સહઅનવસ્થાન નામનો વિરોધ રહેલો છે, ભગવતીસૂત્ર (શ. ૭, ઉ.૧)માં કહ્યું છે કે “જેનો ક્રોધ-માન-માયા-લોભનો વિચ્છેદ થઈ ગયો હોય તેની ક્રિયા ઈર્યાપથિકી હોય છે... ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ ઉત્સુત્ર આચરનારની ક્રિયા સાંપરાયિકી બને છે. તે ઉસૂત્રને આચરે છે.” આના પરથી જણાય છે કે ભાવથી ડર્યાપથિકી ક્રિયા જ ઉસૂત્રપ્રવૃત્તિની પ્રતિબંધિકા છે. જ્યારે યથાખ્યાતચારિત્રની પ્રતિબંધિકા મોહનીયના ઉદયથી થયેલ સાંપરાયિકી ક્રિયા છે. આવો સમ્ય વિચાર કરતાં જણાય છે કે ઉપશાન્તવીતરાગ જીવમાં ઉસૂત્રપ્રવૃત્તિ હોતી નથી કે તેના યથાખ્યાતચારિત્રની હાનિ થતી નથી. માટે દ્રવ્યહિંસાને ગહણીય માનવામાં તમે કહેલી આપત્તિ આવતી નથી.
१. यस्य खलु क्रोधमानमायालोभा व्युच्छिन्ना भवन्ति, तस्य खलु ईर्यापथिकी क्रिया क्रियते, तथैव यावदुत्सूत्रं रीयमाणस्य सांपरायिका क्रिया क्रियते। स खलुत्सूत्रं रीयते ॥