SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પલાદન વિચારણા ૨૬૩ ख्यातिमात्रेण स्वमतिविकल्पजालग्रथनरसिको भवेदिति । एतादृशकाः इत्यतिदेशेन यः परस्यायं कुविकल्पोऽस्ति 'यो मांसमश्नाति तस्य सम्यक्त्वं न भवत्येव' इति, सोऽप्यपास्तो बोद्धव्यः, केवलसम्यक्त्वधारिणोऽविरतेरेव माहात्म्यादितराभक्ष्यभक्षणस्येव मांसभक्षणादपि निवृत्तेरनियमात् । यदि च 'सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदूषितं तद् ज्ञात्वा भुञानस्य सर्वांशानुकंपाराहित्यात्र सम्यक्त्वं' इत्यभ्युपगमः, तदाऽनन्तजन्तुमयं ज्ञात्वा मूलकादिकं भक्षयतोऽपि सम्यक्त्वक्षतिरभ्युपगन्तव्या स्याद् । यदि च मांसभक्षणस्यातिनिन्द्यत्वात्तस्य सम्यक्त्वनाशकत्वं तदा परदारगमनस्य तत्सुतरां स्याद्, इति तद्व्यसनवतः सत्यकिप्रभृतेः सम्यक्त्वमुच्छिद्येत । एतेन - बिलवासिनामपि मनुजानां तथाविधकर्मक्षयोपशमेन यदि मांसपरिहारनियन्तृत्वं तदा सम्यग्दृशां तत्सुतरां स्याद्, इति मांसभक्षणे सम्यक्त्वक्षतिरेव - इति निरस्तं, सम्यक्त्वस्य भावधर्मत्वेन कुलधर्ममात्रत्वाभावात्, तथाविधकर्मपरिणतेरनुचितप्रवृत्तिमतोऽपि श्रद्धानगुणेन तदनप શાસ્ત્રપારતન્ય રૂપ સમ્યગુ આજ્ઞામાં પ્રવર્તવું જોઈએ, પણ બહુશ્રુત' તરીકેની થયેલી ખ્યાતિમાત્રથી પ્રેરાઈને સ્વમતિવિકલ્પોની જાળ ગૂંથવામાં રસિક બનવું નહિ. અહીં ‘પતાદ્દશા:' એવા અતિદેશ શબ્દથી અન્યનો જે આવો કુવિકલ્પ છે કે “જે માંસ ખાતો હોય તેનામાં સમ્યકત્વ ન જ હોય તે પણ નિરસ્ત થઈ ગયેલો જાણવો. માત્ર સમ્યકત્વધારી જીવ અવિરતિના જ પ્રભાવે, બીજા અભણ્યના ભક્ષણની જેમ માંસભક્ષણથી પણ ન અટકે એવું બની શકે છે, કેમ કે માત્ર સમ્યકત્વધારી જીવ માંસભક્ષણથી અટકે જ એવો નિયમ નથી. વળી એવું જો માનશો કે તરત સંમૂચ્છિત થયેલા અનંત જીવોની પરંપરાથી દૂષિત થયેલું જાણીને તેને ખાનાર સર્વાશ અનુકંપા રહિત બની જતો હોઈ સમ્યકત્વ હોતો નથી” તો “મૂળા વગેરેને અનંતજંતુમય જાણવા છતાં ખાનાર અવિરતસમ્યકત્વમાંથી સમ્યકત્વ ચાલ્યું જાય છે એવું માનવાની આપત્તિ આવશે. “મૂળા વગેરેને ખાવા એ અતિનિન્દ નથી, જ્યારે માંસ ખાવું એ તો અતિનિન્ય છે. માટે તેનાથી સમ્યકત્વનો નાશ થઈ જાય છે એવું જો કહેશો તો પરસ્ત્રીગમન તો નિર્વિવાદ રીતે અતીવ નિન્દ હોઈ સમ્યક્ત્વનાશક બની જશે. અને તો પછી પરસ્ત્રીગમનના વ્યસની એવા સત્યકિ વગેરેના સમ્યકત્વનો ઉચ્છેદ થઈ જશે. (અનુચિતપ્રવૃત્તિમાનમાં પણ શ્રદ્ધાળુણથી સમ્યકત્વ ટકે) તેથી જ “બિલવાસી મનુષ્યો પણ તેના વિશેષ પ્રકારના કર્મક્ષયોપશમથી જો માંસત્યાગનો નિયમ કરી શકતા હોય તો સમ્યકત્વીઓમાં તો એ નિર્વિવાદ તરીકે હોવો જ જોઈએ. અને તેથી માંસભક્ષણ કરનારમાં સમ્યકત્વ ટકે જ નહિ એ માનવું જોઈએ.’ એ વાત પણ નિરસ્ત જાણવી, કેમકે સમ્યકત્વ ભાવધર્મરૂપ હોઈ માત્ર કુલધર્મરૂપ નથી. આશય એ છે કે જે કુલમાં માંસભક્ષણાદિનો રિવાજ હોય તે
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy