________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ અનેકાન્તની અનેકાન્તતાનો વિચાર
૨૨૩
भैयणा वि हु भइअव्वा जह भयणा भयइ सव्वदव्वाइं । एवं भयणाणियमो वि होइ समयाविराहणया (रोहेण) ।। त्ति । (टी. यथा भजनाऽनेकान्तो भजते सर्ववस्तूनि तदतत्स्वभावतया ज्ञापयति, तथा भजनानेकान्तोऽपि भजनीयोऽनेकान्तोऽप्यनेकान्त इत्यर्थः । नयप्रमाणापेक्षया एकान्तश्चानेकान्तश्चेति । एवं ज्ञापनीय एवं च भजनाऽनेकान्तः संभवति, नियमश्चैकान्तश्च सिद्धान्तस्य ‘रयणप्पभा सिय सासया सिय असासया' इति, एवमनेकान्तप्रतिपादकं स्यादित्यादि तृतीयकांडे) सम्मतिगाथायां भजनाऽभजनायाः समयाविराधना । ‘इमा णं भंते! रयणप्पभा पुढवी किं सासया असासया ? गोयमा ! सिय सासया सिअ असासया' इति स्याद्वाददेशनायां, द्रव्यार्थतया शाश्वत्येव, पर्यायार्थतया त्वशाश्वत्येव', इत्यधिकृतभङ्गरूपनिर्धारणापेक्षया वृत्तौ व्याख्याता । निक्षेपादिप्रपञ्चोऽपि हि सर्वत्र स्याद्वादघटनार्थमेव, यतः प्रस्तुतार्थव्याकरणादप्रस्तुतार्थापाकर-णाच्च निक्षेपः फलवानुच्यते, ततश्च स्याद्वादसिद्धिरिति । अत एव सर्वत्रौत्सर्गिकी स्याद्वाददेशन-वोक्तेति सम्मत्यादिग्रन्थानुसारेण सूक्ष्ममीक्षणीयम् ।।१।।
જ સમ્મતિ પ્રકરણ તૃતીયકાંડની ૨૭મી ગાથામાં ભજના-અભજનાથી સિદ્ધાન્તની અવિરાધના (અખંડિતતા) જણાવી છે. તે આ રીતે – જેમ ભજના=અનેકાન્ત પણ ભજનીય=અનેકાન્ત છે. અર્થાત અનેકાન્ત જેમ વસ્તુઓને અનેકાન્ત (એકાન્ત એક સ્વભાવવાળી નહિ)=અનેકાન્તમય જણાવે છે તેમ પોતે પણ અનેકાન્તમય છે. નયની અપેક્ષાએ એકાન્ત હોય છે. અને પ્રમાણની અપેક્ષાએ અનેકાન્ત હોય છે. આમ જ્ઞાપનીય ચીજ અંગે સિદ્ધાન્તને અવિરોધપણે ભજના=અનેકાન્ત સંભવે છે અને નિયમ=એકાન્ત સંભવે છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે “હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી શું શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ ! સ્યાત્ શાશ્વત છે કે અને સાત્ અશાશ્વત છે, એ પ્રમાણે સ્યાદ્વાદયુક્ત દેશનામાં જાણવું. દ્રવ્યાર્થતયા શાશ્વતી જ છે પર્યવાર્થતયા અશાશ્વતી જ છે એ રીતે અધિકૃત ભંગરૂપ નિર્ધારણની અપેક્ષાએ એકાન્ત જાણવો એવું તેની વૃત્તિમાં વ્યાખ્યાન કર્યું છે. વળી નિક્ષેપાદિની વિસ્તૃત પ્રરૂપણા પણ “સર્વત્ર સ્યાદ્વાદ લાગુ પડે છે એ વાતને ઘટાવવા માટે જ છે, કેમ કે પ્રસ્તુત પદાર્થનું (ભાવસામાયિકાદિનું) સમર્થન કરવા પડે અને અપ્રસ્તુતપદાર્થનું (નામસામાયિકાદિનું) નિરાકરણ કરવા વડે નિક્ષેપ સફળ બને છે. એનાથી સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે. તેથી જ સર્વત્ર ઉત્સર્ગથી સ્યાદ્વાદદેશના જ કરવાની કહી છે. માટે સમ્મતિ વગેરે ગ્રન્થના અનુસાર અનેકાન્તવાદ શી રીતે અનેકાન્ત છે? ઇત્યાદિ વાતો સૂક્ષ્મતાથી વિચારવી. ૮૧
१. भजनाऽपि खलु भक्तव्या यथा भजना भजते सर्वद्रव्याणि । एवं भजनानियमोऽपि भवति समयाविराधनया ॥ २. इयं भदन्त ! रत्नप्रभा पृथ्वी कि शाश्वती अशाश्वती ? गौतम ! स्यात् शाश्वती स्यादशाश्वती।