________________
કેવલીમાં દ્રવ્યહિંસા : અનેકાન્તની અનેકાન્તતાનો વિચાર
૨૨૧ ननु-एवमवश्यम्भाविन्याऽपि जीवविराधनया केवलिनोऽष्टादशदोषरहितत्वं न स्याद्, हिंसादोषस्य तदवस्थत्वाद् । 'न (च) 'देवोऽष्टादशदोषरहित एव' इत्यत्राप्येकान्तवादो जैनानामनिष्टः' इति शङ्कनीयं, अनेकान्तवादस्याप्यनेकान्तत्वेनात्रैकान्ताभ्युपगमेऽपि दोषाभावाद् - इत्याशङ्कायामाह
दव्वारंभं दोसं अट्ठारसदोसमज्झयारम्मि । जो इच्छइ सो इच्छइ णो दव्वपरिग्गहं कम्हा ।।८१।। द्रव्यारंभं दोषमष्टादशदोषमध्ये । ।
य इच्छति स इच्छति न द्रव्यपरिग्रहं कस्मात् ।।८१।। दव्वारंभंति । अष्टादशदोषमध्ये यो द्रव्यारंभं दोषमिच्छति स द्रव्यपरिग्रहं दोषं कस्मानेच्छति? तथा च धर्मोपकरणसद्भावाद् द्रव्यपरिग्रहेण यथा न दोषवत्त्वं तथा द्रव्यारंभेणापि न दोषवत्त्वं, भावदोषविगमादेव भगवति निर्दोषत्वव्यवस्थितेरिति भावनीयम् । यच्चोक्तं निर्दोषत्वे भगवतो
કે લબ્ધિથી નહિ, અને તેથી તે યોગવ્યાપારના અવિષયભૂત જીવની અવશ્યભાવિની જીવવિરાધના કેવલીઓને પણ હોવામાં કોઈ બાધક રહેતો નથી.” એ વાત નિશ્ચિત થાય છે. l૮૦
પૂર્વપક્ષઃ આ રીતે અવશ્યભાવિની જીવવિરાધના માનવામાં પણ કેવલી અઢારદોષથી રહિત હોય છે એ વાત ભાંગી પડશે, કેમ કે હિંસાદોષ તો છબસ્થાવસ્થાની જેમ તદવસ્થ જ રહ્યો હોય છે. એવી શંકા ન કરવી કે – “કેવલી ભગવાન (દેવ) અઢારદોષ રહિત જ હોય' એ બાબતમાં પણ જૈનોને એકાન્તવાદ અનિષ્ટ છે. અર્થાત્ જૈનો દેવને એકાન્ત અઢારદોષશૂન્ય માનતા નથી, કિન્તુ અનેકાન્ત માને છે. એટલે કે ક્યારેક કથંચિત્ દ્રવ્યહિંસાદિરૂપ દોષયુક્ત પણ માને છે. તેથી કોઈ વાંધો નથી – આવી શંકા એટલા માટે ન કરવી કે અનેકાન્તવાદને પણ અનેકાન્ત માનવાનો હોઈ (અર્થાતુ અનેકાન્ત સર્વત્ર લગાડવો એવો એકાન્ત ન હોઈ) આ દોષરહિતત્વની બાબતમાં અનેકાન્ત ન માનતા એકાન્ત માનવામાં પણ કોઈ દોષ નથી.” આવી પૂર્વપક્ષશંકા અંગે ગ્રન્થકાર કહે છે –
(જો દ્રવ્યહિંસા એ દોષ, તો દ્રવ્યપરિગ્રહ પણ દોષ) ગાથાર્થ અઢારદોષમાં જે દ્રવ્યારંભની પણ દોષ તરીકે ગણતરી કરે છે તે પૂર્વપક્ષી દ્રવ્યપરિગ્રહની કેમ દોષ તરીકે ગણતરી કરતો નથી?
તેથી ધમપકરણની હાજરીના કારણે રહેલા દ્રવ્યપરિગ્રહથી જેમ કેવલી દોષયુક્ત બનતા નથી તેમ દ્રવ્યારંભથી પણ દોષયુક્ત બનતા નથી. કેમ કે ભાવદોષોનો અભાવ થયો હોવાથી જ ભગવાનનો નિર્દોષ તરીકે વ્યવહાર થાય છે.