SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૦ योगगता सा लब्धिः अयोगिनः क्षायिक्यपि यदि नास्ति । . तदा तत्कर्मण उदयः तस्यैव भवेत्परावृत्तः ।।८०।। जोगगयत्ति । सा=जीवरक्षाहेतुः लब्धियोगगतेति कृत्वा, क्षायिक्यपि यदि अयोगिनोऽयोगिकेवलिनो नास्ति; तदा तस्यैवायोगिकेवलिन एव, तत्कर्मणश्चारित्रमोहनीयकर्मण उदयः परावृत्तो भवेत्, चारित्रमोहक्षयकार्याभावस्य चारित्रमोहोदयव्याप्यत्वादिति भावः । किंच - यदि लब्ध्युपजीविजलचारणादिषु परिदृष्टा जीवविराधनाऽभावलब्धिरनुपजीव्या यदि केवलिनि कल्प्यते तदा तादृशजङ्घाचारणादिषु परिदृष्टाऽतिशयचरणलब्धिरप्यनुपजीव्या केवलिनि कस्मान कल्प्यते ? तस्या उपजीव्यत्वनियमात्र तत्कल्पनं केवलिनि कर्तुं शक्यत इति चेद्? तदेतदन्यत्रापि तुल्यमिति स्वयमेव विभावय । तस्मानियतयोगव्यापारादेव भगवतां जीवरक्षा, न तु स्वरूपत इत्यवश्यम्भाविन्यां जीवविराधनायां न किञ्चिद्बाधकमिति स्थितम् ।।८।। અયોગીકેવલીમાં હોતી નથી એવું જો માનશો તો “ચારિત્રમોહનીયકર્મનો તેઓને પુનઃ ઉદય થાય છે એવું માનવાની આપત્તિ આવશે, કેમકે ચારિત્રમોહના ક્ષયથી જે કાર્ય થતું હોય તેનો અભાવ એ ચારિત્રમોહોદયને વ્યાપ્ય હોય છે. અર્થાત “એ કાર્યરૂપ લબ્ધિનો જ્યાં જ્યાં અભાવ હોય ત્યાં ત્યાં ચારિત્રમોહોદય હોય' એવી વ્યાપ્તિ હોઈ અયોગીમાં તે ઉદય માનવો તમારા મતે આવશ્યક બને છે. વળી લબ્ધિને વાપરનારા જળચારણાદિ સાધુમાં જીવવિરાધનાના અભાવરૂપ જે લબ્ધિ જોવા મળે છે તેને જો કેવલીમાં અનુપજીવ્ય (પ્રયોગ કરાયા વગર સ્વકાર્ય કરનાર) માનો છો તો લબ્ધિ પ્રjજનારા જંઘાચારણાદિમાં એક એક ડગલે અત્યંત મોટું અંતર કાપવા વગેરે રૂપ જે અતિશયિત ચરણલબ્ધિ જોવા મળે છે તેને પણ કેવલીમાં અનુપજીવ્ય કેમ માનતા નથી? કેમકે એ પણ ક્ષાયિક હોઈ તમારી દલીલ મુજબ અનુપજીવ્ય જ છે. જો અનુપજીવ્ય માનશો તો તો કેવલીના કોઈ પ્રયત્ન વગર તેમનું નંદીશ્વરદ્વીપ વગેરેમાં ગમન થઈ જવાની આપત્તિ આવે. શંકા: એ લબ્ધિઓ અવશ્ય ઉપજીવ્ય (પ્રjજવામાં આવે તો જ સ્વકાર્ય કરનાર) હોવાનો નિયમ હોવાથી કેવલીમાં પણ અમે તેને અનુપજીવ્ય માનતા નથી. સમાધાનઃ આ વાત તો જીવરક્ષા હેતુભૂત લબ્ધિ અંગે પણ સમાન જ છે એ સ્વયં વિચારો. જળચારણાદિ પણ કંઈ લબ્ધિપ્રયોગ વિના તે જળાદિજીવોની વિરાધનાને અટકાવી શકતા નથી. એટલે કે એ લબ્ધિ પણ પ્રયુંજવામાં આવે તો જ જીવરક્ષા કરી શકે છે. માટે કેવલીમાં પણ તેને અનુપજીવ્ય માની શકાતી નથી. અને ઉપજીવ્યા કે અનુપજીવ્ય એકેય પ્રકારની તેવી લબ્ધિ માની શકાતી ન હોવાથી તેવી લબ્ધિથી જ જીવરક્ષા થઈ જાય છે.' એ માનવું યોગ્ય નથી. માટે “ઉલ્લંઘનાદિરૂપ નિયત યોગવ્યાપારથી જ જીવરક્ષા થાય છે, સ્વરૂપે
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy