SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર विचित्रताहेतुमोहनीयोदयाभावात्, न पुन रुपशान्तस्येव क्षीणमोहस्यापि जीवघातादिकं भवति' इति बुद्ध्या समुच्चयेन भणनं, सर्वांशसाम्यमधिकृत्य समुच्चयेन भणितेरसंभवाद्, अन्यथोपशान्तस्येव क्षीणमोहस्यापि जीवघातादिहेतुमोहनीयसत्ताऽपि वक्तव्या स्यात्, तथा केवलिवदुपशान्तस्यापि सर्वज्ञत्वं वक्तव्यं प्रसज्येत, नहि 'नारकतिर्यग्नरामराः कर्मबन्धकाः' इत्यादि समुच्चयभणनेन सर्वेषामपि साम्यं कस्यापि संमतम् । तस्माद्यथा सामान्यतः कर्मबन्धमधिकृत्य नारकादीनां समुच्चयेन भणनं तथा सामयिकसातवेदनीयकर्मबन्धमधिकृत्योपशान्तादीनां समुच्चयेन भणनं, इत्यत्र प्रासङ्गिके प्रथमाङ्गवृत्तिग्रन्थे नास्माकमनभीप्सितसिद्धिरित्याशङ्कायामाह - जो पुण इह कत्तारं नियमा मसगाइजीवमहिकिच्च । भणइ इमं पासंगियमइप्पसंगो फुडो तस्स ।।६८।। અને તે શાતાવેદનીયકર્મના સામયિક બંધરૂપે તે દરેકને એક સરખો જ થાય છે, કેમકે તેમાં વિષમતા લાવનાર મોહનીય કર્મના ઉદયનો તે દરેકમાં અભાવ હોય છે. (ઉપશાન્તાદિના સમુચ્ચયની વાતવૈચિત્ર્યનો વ્યતિરેક દેખાડવા - પૂર્વપક્ષ) આમ કારણ-કાર્યઅંગેના વૈચિત્ર્યના નિયમનો વ્યતિરેક દેખાડવા જ તે અંશમાં સમાન એવા આ ત્રણેની ભેગી વાત કરી છે, નહિ કે “ઉપશાન્તમોદીની જેમ ક્ષીણમોહી (અને સયોગીકેવલી) પણ મશકાદિની હિંસાના કારક બને છે અને તેથી તેઓને પણ જીવવાતાદિ હોય છે એવું દેખાડવાની બુદ્ધિથી, કેમ કે કર્મબંધના અંશમાં સામ્ય હોય છે તે તો દેખાડવું જ છે. હવે જો જીવઘાતાદિ અંશનું પણ સામ્ય દેખાડવું હોય તો ફલિત એ થાય કે સર્વ અંશોમાં સામ્ય દેખાડવું છે. અને એ માટે તો સમુચ્ચયપૂર્વક કથન કરવું જ અસંભવિત છે, કેમ કે સર્વાશમાં સામ્ય દેખાડવા માટે તો ઉપશાન્તમોહીની જેમ ક્ષીણમોહી જીવમાં પણ જીવઘાતાદિની હેતુભૂત મોહસત્તા કહેવી પડે, તેમ જ સયોગી કેવલીની જેમ ઉપશાન્તમોહીને પણ એ જ કથન દ્વારા (સર્વજ્ઞતા અંશમાં પણ તુલ્ય જણાવવા આવશ્યક હોઈ) સર્વજ્ઞ પણ કહેવા પડે. “નારક-તિયચ-મનુષ્ય અને દેવો કર્મબંધક હોય છે' ઇત્યાદિ સમુચ્ચય વચન પરથી “તે દરેકનું દરેક અંશમાં સામ્ય કહ્યું છે એવું કાંઈ કોઈને સંમત નથી. તેથી જેમ સામાન્યથી કર્મબંધને ઉદ્દેશીને નારકાદિની સમુચ્ચયથી જે વાત કરી છે તેના પરથી “તેઓમાં અન્ય અંશનું પણ સામ્ય હોય છે એવું સિદ્ધ કરી શકાતું નથી તેમ સતાવેદનીયના સામાયિક કર્મબંધને ઉદ્દેશીને જ ઉપશાન્તાદિની સમુચ્ચયથી વાત કરી હોવાથી તેના પરથી “તેઓમાં જીવઘાતાદિની હાજરી રૂપ અંશનું પણ સામ્ય હોય છે' એવું સિદ્ધ કરી શકાતું નથી. આમ પ્રથમાંગવૃત્તિનો ઉક્ત અધિકાર આ બાબતમાં પ્રાસંગિક હોવાથી એના પરથી અમારા અનિષ્ટની (કેવલીમાં દ્રવ્યહિંસાની) સિદ્ધિ થઈ જતી નથી. આવી પૂર્વપક્ષશંકાને મનમાં રાખીને ગ્રન્યકાર, કહે છે –
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy