SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૮ पञ्चविधोपादानकारणैः सिद्धानामपि कर्मबन्धप्रसक्तेः । तस्मादन्वयव्यतिरेकाभ्यामनादिसिद्धकार्यकारणभावव्यवस्थासिद्ध्यर्थं 'अत्र च कर्मबन्धं प्रति विचित्रता' इत्यादि प्रसङ्गतोऽभिहितम्, तत्र 'अयोगिन्युपादानकारणाभावात्कर्मबन्धाभावः' इति व्यतिरेकनियमः प्रदर्शितः, स चान्वयनियमस्य दाहेतुः, अन्यथा कर्मबन्धविचित्रताविचारेऽबन्धकस्यायोगिकेवलिनो भणनमनर्थकमेव संपद्येत, प्रयोजनाभावाद् । योगवत्सु च 'उपादानकारणसत्त्वे कर्मबन्धलक्षणकार्यसत्त्वं' इत्यन्वयनियमं प्रदर्शयन्नेव ‘योगवतामपि कर्मबन्धवैचित्र्यमुपादानकारणवैचित्र्यायत्तमेव' इति नियमसिद्ध्यर्थं प्रथमं कारणावैचित्र्ये कार्य (र्या ) ऽवैचित्र्यं 'उपशान्तक्षीणमोहसयोगिकेवलिनां स्थितिनिमित्तकषायोदयाभावात् सामयिकः कर्मबन्धः' इति समुच्चयभणनेन बभाण वृत्तिकारः, तेषां च त्रयाणामपि मिथ्यात्वाविरतिकषाययोगप्रमादलक्षणानां पञ्चविधोपादानकारणानां मध्ये केवलयोगस्यैव सत्त्वेन कर्मबन्धोऽपि तत्प्रत्यय एव, स च सामयिकसातवेदनीयकर्मबन्धलक्षणः समान एव भवति, ૧૮૬ – જ જીવ જે કર્મબંધ કરે છે તે કર્મબંધ અને યોગાદિ વચ્ચે જ કાર્યકારણ ભાવ છે. પણ ભિન્ન કર્તૃક તે બે વચ્ચે કાર્યકારણ ભાવ નથી. અર્થાત્ એક જીવના યોગાદિથી બીજાને કર્મબંધ થવા રૂપ કાર્ય થતું નથી, કેમકે એવું હોય તો તો સાંસારિક જીવે સેવેલા મિથ્યાત્વાદિ રૂપ પાંચ ઉપાદાનકારણોથી સિદ્ધોને પણ કર્મબંધ થવાની આપત્તિ આવે. તેથી એકકર્તૃક કર્મબંધ અને ઉપાદાનકારણ વચ્ચે જે અનાદિસિદ્ધ કાર્યકારણભાવ છે તેની વ્યવસ્થાની અન્વયવ્યતિરેકથી સિદ્ધિ કરવા માટે વૃત્તિકારે ‘અત્ર ૨ ર્મવન્વં પ્રતિ વિચિત્રતા' ઇત્યાદિ વાતો પ્રસંગ પામીને કહી છે. તે પ્રરૂપણામાં અન્વયવ્યતિરેક આ રીતે દેખાડ્યા છે. ‘અયોગી કેવલીમાં (તેના શરીરને સ્પર્શીને જીવઘાત થતો હોવા છતાં) યોગાદિ રૂપ ઉપાદાન કારણનો અભાવ હોવાથી કર્મબંધનો પણ અભાવ હોય છે' એવું જે જણાવ્યું છે તે વ્યતિરેકનિયમ દેખાડ્યો. તે પણ અન્વયનિયમની દૃઢતા માટે જ દેખાડેલો જાણવો, કેમકે નહીંતર તો કર્મબંધની વિચિત્રતાની વિચારણામાં જેને કર્મબંધ જ થતો નથી એવા અયોગીકેવલીની વાત નિષ્પ્રયોજન હોઈ નિરર્થક જ બની જાય. યોગયુક્ત જીવોમાં ‘ઉપાદાનકારણ હાજર હોઈ કર્મબંધ રૂપ કાર્ય પણ હાજર હોય છે' એવો અન્વય નિયમ દેખાડતાં જ વૃત્તિકારે ભેગી ભેગી ‘કર્મબંધરૂપ કાર્યની વિચિત્રતા ઉપાદાનકારણની વિચિત્રતાને આધીન છે' એવા નિયમની સિદ્ધિ કરવી છે. એ સિદ્ધિ માટે પહેલાં તે નિયમનો જે વ્યતિરેક છે કે ‘કારણમાં વિચિત્રતા ન હોય તો કાર્યમાં પણ વિચિત્રતા ન આવે' તે વ્યતિરેક દેખાડવા માટે ‘ઉપશાન્તમોહી, ક્ષીણમોહી અને સયોગીકેવલી જીવોને સ્થિતિબંધના કારણભૂત કષાયનો ઉદય ન હોવાથી સામયિક કર્મબંધ હોય છે' એવું વૃત્તિકારે સમુચ્ચયથી કહ્યું છે. આ ત્રણે પ્રકારના જીવોને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદરૂપ પાંચ ઉપાદાનકારણોમાંથી માત્ર યોગ જ હાજર હોઈ કર્મબંધ પણ તનિમિત્તક જ થાય છે.
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy