________________
કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર
क्खं तु । साक्षात् कायस्पर्शे य आरम्भः स कदाचिदेव भवेत् तं च = साक्षात्कायस्पर्शाज्जायमानं द्रव्यारंभं, व्यवहारिजनप्रतीयमानमिति गम्यं, निमित्तमधिकृत्य कर्मबन्धस्थितिर्मृग्य शास्त्रकारैरिति गम्यम् । यद्यप्यप्रमत्तानामवश्यम्भावी जीवघातो न प्राणातिपातत्वेन दोष:, तथाऽपि निमित्तभूतस्यास्यैकाधिकरणोपादानसद्भावासद्भावकृतं फलवैचित्र्यं विचार्यत इत्यर्थः । । ६५ ।। कथमित्याह
-
तत्थ णिमित्ते सरिसे जेणोवादाणकारणाविक्खो । बंधाबंधविसेसो भणिओ आयारवित्तीए । ६६।।
तत्र निमित्ते सदृशे येनोपादानकारणापेक्षः । बन्धाबन्धविशेषो भणित आचारवृत्तौ ।। ६६ ।।
૧૭૧
तत्यत्ति । तत्र=साक्षात्कायस्पर्शाज्जायमानारंभे, निमित्ते सदृशे, आकेवलिनमेकरूपे सति येन कारणेनोपादानकारणस्यापेक्षा नियतसद्भावासद्भावाश्रयणरूपा यत्र स तथा बन्धाबन्धविशेषः= कर्मबन्धतारतम्यतदभावप्रकारो भणित इति आचारवृत्तौ । तत्र प्रथममेतदधिकारसंबद्धमाचाराङ्गलोकसाराध्ययनचतुर्थोद्देशकस्थं सूत्रं (१५८) लिख्यते -
પ્રતીત થતા તે સાક્ષાત્ કાયસ્પર્શથી થયેલા દ્રવ્યઆરંભને નિમિત્ત તરીકે ગણીને શાસ્ત્રકારો કર્મબંધસ્થિતિનો વિચાર કરે છે.
જો કે અવશ્યભાવી જીવઘાત અપ્રમત્તોને પ્રાણાતિપાત તરીકે દોષ રૂપ નથી, અર્થાત્ એ પ્રાણાતિપાત તરીકે વર્તીને સ્થિતિબંધાદિ કરાવતો નથી અને તેથી તેને નિમિત્ત તરીકે આગળ કરીને સ્થિતિબંધ વગેરે રૂપ ફળનું વૈચિત્ર્યવિચારવાનું હોતું નથી તેમ છતાં નિમિત્તભૂત આ આરંભના એકાધિકરણમાં ઉપાદાનની હાજરી અને ગેરહાજરીના કારણે થયેલ ફલવૈચિત્ર્ય વિચારાય છે. ॥૫॥
તે શી રીતે વિચારાય છે ? એ હવે ગ્રન્થકાર જણાવે છે -
ગાથાર્થ : સાક્ષાત્ કાયસ્પર્શથી થતા તે આરંભરૂપ નિમિત્ત કેવલી સુધીના જીવોને સમાન હોવા છતાં, ‘નિયત સદ્ભાવ-અસદ્ભાવનો આશ્રય ક૨વા રૂપ ઉપાદાનકારણની અપેક્ષાએ બન્ધ-અબન્ધની વિશેષતા થાય છે, અર્થાત્ તેને આશ્રીને, કર્મબંધ થતો હોય તો તેમાં તારતમ્યરૂપ અને નહીંતર અબંધરૂપ વિશેષતા ઊભી થાય છે’ એવું આચારાંગની વૃત્તિમાં કહ્યું છે તેથી તે નિમિત્તના અધિકારમાં કર્મબંધસ્થિતિ વિચારાય છે.
(અવશ્યભાવી વિરાધનાથી કર્મબંધ-અબંધનો આચારાંગવૃત્તિનો અધિકાર)
સૌ પ્રથમ આ અધિકાર અંગેનું આચારાંગના લોકસાર અધ્યયનના ચોથા ઉદ્દેશકનું (૧૫૮) સૂત્ર