SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૪, ૬૫ मिति । केचित्तु सूक्ष्मक्रियाणामिव स्थूलक्रियाणामपि चलोपकरणतावशादनियतदेशत्वावश्यकत्वात् तत्प्रयुक्तारंभसंभवः केवलिनोऽपि दुर्निवार इत्याहुः ।।६४।। ननु-यद्येवं स्थूलक्रियैव द्रव्यारंभस्तदा केवलिनस्तस्य कादाचित्कत्वं न स्याद्, इष्यते चायमन्यसाधूनामपि कादाचित्क एव, 'आहच्च हिंसा समिअस्स जा उ सा दव्वओ होइ ण भावओ उ' त्ति वचनाद्-इत्याशङ्कां 'एतद्वचनं फलीभूतसाक्षात्संबद्धारंभविषयत्वान्नानुपपत्रं, स च केवलिनोऽपि कादाचित्क एव' इत्यभिप्रायेण निराचिकीर्षुराह - सक्खं तु कायफासे जो आरंभी कयाइ सो हुज्जा । अहिगिच्च तं णिमित्तं मग्गिज्जइ कम्मबंधठिई ॥६५।। साक्षात्तु कायस्पर्श य आरंभः कदाचित्स भवेत् । अधिकृत्य तं निमित्तं मृग्यते कर्मबन्धस्थितिः ।।६५ ।। પૂલક્રિયાની હાજરીમાં અશક્ય પરિહારરૂપ આરંભનો જે પરિત્યાગ થઈ શકતો નથી તેમાં પણ આવી યોગની અશક્તિ જ નિમિત્ત બને છે. (વીર્યની કચાશ નહિ.) વળી કેટલાક વિવેચકો તો એમ કહે છે કે સૂક્ષ્મક્રિયાવાળા જીવોની જેમ સ્કૂલ-ક્રિયાવાળા જીવોનો પણ ચલોપકરણતાના કારણે દેશ અનિયત માનવો આવશ્યક હોઈ તે દેશનો ફેરફાર થવામાં થતા આરંભની સંભાવના કેવલીઓમાં પણ દુર્નિવાર છે. I૬૪ શંકાઃ આ રીતે સ્થૂલક્રિયા જ જો (ભાવઆરંભના કારણભૂત હોઈ) દ્રવ્યઆરંભ રૂપ હોય તો કેવલીમાં તે દ્રવ્યઆરંભનું કદાચિત્કત્વ રહેશે નહિ. પણ દ્રવ્યઆરંભ તો અન્ય સાધુઓમાં પણ ઇર્યાસમિતિયુક્ત સાધુથી ક્યારેક જે હિંસા થાય તે દ્રવ્યથી હોય છે ભાવથી નહિ ઈત્યાદિ વચન મુજબ કાદાચિત્ક માન્યો છે તો કેવલીઓમાં તો નિર્વિવાદ તેવો જ હોવો જોઈએ ને ! સમાધાન: આ તમે કહેલું શાસ્ત્રવચન ફળીભૂત સાક્ષાત્ સંબંદ્ધ આરંભ વિષયક છે. અર્થાત્ ઇર્યાસમિતિયુક્ત સાધુથી સાક્ષાત્ સંબદ્ધ જીવોનો જે આરંભ થાય છે તે જ તેના પરથી કદાચિત્ક તરીકે ફલિત થાય છે, અને તે તો કેવલીને પણ કાદાચિ જ હોય છે. પણ એ સિવાયના અન્ય આરંભ કેવલીને પણ સાવદિક હોવામાં કોઈ અસંગતિ નથી. આવા અભિપ્રાયથી ઉપરની શંકાનું નિરાકરણ કરવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ સાક્ષાત્ કાયસ્પર્શ થવામાં જે આરંભ થાય છે તે ક્યારેક જ થાય છે. લોકવ્યવહારમાં - १. आहत्य हिंसा समितस्य या तु सा द्रव्यतो भवति न भावतस्तु । (कल्पभाष्य ३९३३) - - - - - - - - -
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy