SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૧ बन्धकत्वाभावाच्च, नहि घटो घटनाशं प्रति प्रतिबन्धक इति । तस्माद् ‘एजनादिरहितो नारंभादिषु वर्त्तते, तथा च न प्राणादीनां दुःखापनादिषु, तथा च योगनिरोधाभिधानशुक्लध्यानेन सकलकर्मध्वंसरूपाऽन्तक्रिया भवतीति भगवतीवृत्तावेवाग्रे व्यतिरेकप्रदर्शनादेजनादीनामारम्भादिद्वाराऽन्तक्रियाविरोधित्वव्याख्यानमेव न्याय्यमिति । यत्तु-एवमपि यद्यारम्भादिशब्दरुक्तप्रकारेणेहाऽव्याख्यातत्वात् साक्षाज्जीवघातोऽभिमतः, तर्हि 'जीवे णं भंते! सया समिअं एयइ' इत्यादिसामान्यसूत्रे सयोगिजीवः केवलिव्यतिरिक्त एव ग्राह्यः, अन्यथा 'सत्तहिं ठाणेहिं केवलिं जाणेज्जा' इत्यादि विशेषसूत्रविरोधेन સૂત્રથી તેને તો દેખાડવાનો હોતો નથી. તેથી એજનાદિ ક્રિયાનો સ્વસ્વરૂપ યોગની સાથે નિયમ દેખાડ્યો છે તે વાત સંગત નથી. વળી જેમ ઘડો ઘડાના નાશ પ્રત્યે પ્રતિબંધક નથી તેમ યોગ પણ યોગનિરોધરૂપ અંતક્રિયા પ્રત્યે પ્રતિબંધક નથી જ. તો પછી, જેમાં અંતક્રિયાના પ્રતિબંધક તરીકે આરંભાદિને જણાવ્યા હોય તે વાક્યમાં આરંભાદિનો અર્થ યોગ શી રીતે કરી શકાય ? તેથી ઉક્તસૂત્રની પૂર્વપક્ષીએ કરેલી આવી વ્યાખ્યા યોગ્ય નથી. પણ ભગવતીસૂત્રની વૃત્તિમાં જ જે આગળ વ્યતિરેક દેખાડ્યો છે તેનાથી “એજનાદિક્રિયા આરંભાદિ દ્વારા અંતક્રિયા વિરોધી છે એવી વ્યાખ્યા કરવી જ યોગ્ય છે. તે વ્યતિરેક આ રીતે દેખાડ્યો છે - “એજનાદિ રહિત જીવ આરંભાદિમાં વર્તતો નથી, અને તેથી જીવોને દુઃખાદિ પમાડવાની ક્રિયા કરતો નથી. તેથી એની યોગનિરોધ નામના શુક્લધ્યાનથી સંપૂર્ણ કર્મક્ષયરૂપ અંતક્રિયા થાય છે. વળી પૂર્વપક્ષીએ નીચે મુજબ જે કહ્યું છે તે પણ ઉપહાસપાત્ર જ છે. (અન્ય પૂર્વપક્ષકલ્પના અને તેની ઉપહાસ્યતા) પૂર્વપક્ષઃ આવું હોવા છતાં પણ (પૂર્વપક્ષીએ આરંભાદિનો અર્થ જે યોગ કર્યો તેનું ભગવતીજીના અન્ય સૂત્રની વૃત્તિથી સમર્થન થતું હોવા છતાં પણ) અધિકૃત સૂત્રની વ્યાખ્યામાં આરંભાદિ શબ્દની એ રીતે વ્યાખ્યા કરી ન હોવાથી યોગરૂપ અર્થ ન લેતાં સાક્ષાત્ જીવઘાતરૂપ અર્થ લેવો જ જો અભિમત હોય તો “ગીવે મંતે ! સયા સમગં યે....'ઇત્યાદિ સામાન્ય સૂત્રમાં “જીવ' તરીકે “સયોગી જીવો' નહિ પણ કેવલી સિવાયના સયોગી જીવો' લેવા પડશે, કેમ કે નહીંતર સયોગી જીવને પણ એજનાદિ ક્રિયા હાજર હોઈ જીવઘાતરૂપ આરંભ માનવો એ આવશ્યક બની જવાથી કેવલી પ્રાણાતિપાત કરનારા ન હોય વગેરે રૂપ કેવલીના લિંગો દર્શાવનાર જે “સત્તદિ કાર્દિતિ નાગેન્ના.' ઇત્યાદિ વિશેષસૂત્ર છે તેનો વિરોધ થવાની આપત્તિ આવશે. પણ સામાન્યથી, વિશેષસૂત્રથી સામાન્યસૂત્ર બાધિત થતું હોય છે, સામાન્યસૂત્રથી વિશેષસૂત્ર નહિ. અને તેથી જો એ વિશેષસૂત્રનો વિરોધ ન થાય એવો કોઈ નવો - - - - - - - - - - ૨. નવઃ પાવન ! સવા સમિત નતે .. ૨. સતપ: થાનૈઃ વલ નાનયાત્ | - - - - - - - - -
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy