________________
કેવલીમાં દ્રવ્યહિંસા ઃ ભગવતીજીનો અધિકાર
:
૧૫૯
लक्षणारंभादिजनकत्वेन कारणे कार्योपचारात्, शास्त्रसंमतं च योगानामारम्भत्वम् । तदुक्तं भगवती
वृत्तौ
—
-
'ननु 'मिथ्यात्वाविरतिकषाययोगाः कर्मबन्धहेतवः' इति प्रसिद्धिः, इह तु आरंभिक्यादयोऽभिहिता इति कथं न विरोधः ?' उच्यते-आरंभपरिग्रहशब्दाभ्यां योगपरिग्रहः, योगानां तद्रूपत्वात्, शेषपदेषु च शेषबन्धहेतुपरिग्रहः प्रतीत વ્રુતિ ।’
एतच्चायुक्तं, आरंभादिशब्दत्रयेण योगाभिधानस्य दुर्घटत्वात्, एजनादिक्रियाऽतिरिक्तकायादिसध्रीचीनजीवव्यापाररूपयोगसद्भावे प्रमाणाभावाद्, योगानां योगनिरोधरूपान्तक्रियायां प्रति
હોઈ અંતક્રિયાની પ્રતિબંધક બને છે.’ વળી આમાં, ‘આરંભ’ શબ્દનો અર્થ ‘સાક્ષાત્ જીવઘાત’ ન કરવો કિન્તુ જીવઘાત વગેરે રૂપ આરંભાદિનો જનક એવો ‘યોગ’ રૂપ અર્થ કારણમાં કાર્યનો ઉપચાર કરીને કરવો કેમ કે (૧) જીવઘાત થવાથી કાંઈ એજનાદિ ક્રિયા થતી નથી. તેમજ (૨) સાક્ષાત્ જીવઘાત નહિ, કિન્તુ યોગો જ અંતક્રિયાના પ્રતિબંધક છે એવું અમે દેખાડી જ ગયા છીએ. વળી ‘આરંભ’ શબ્દથી યોગ અર્થ પણ લઈ શકાય છે એ વાત શાસ્ત્રસંમત પણ છે જ. ભગવતી સૂત્ર (૧-૨-૨૧)ની વૃત્તિમાં કહ્યું છે કે -
શંકા : મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગો કર્મબંધના હેતુ તરીકે પ્રસિદ્ધ છે જ્યારે અહીં તો આરંભિકી વગેરે ક્રિયાને તે હેતુ તરીકે કહી છે. તો આમાં વિરોધ નથી ? સમાધાન : અહીં ‘આરંભપરિગ્રહ' શબ્દથી યોગનું જ ગ્રહણ કર્યું છે. કારણ કે યોગ તદ્રુપ છે. શેષપદોમાં બંધના શેષહેતુઓનું ગ્રહણ છે એ તો પ્રતીત જ છે.” માટે ભગવતીજીના ઉક્ત સૂત્રથી એવો અર્થ ફલિત કરી શકાય છે કે જે જ્યાં સુધી એજનાદિ હોય છે ત્યાં સુધી યોગાત્મક આરંભાદિ (યોગ) હોય છે,’ પણ એવો અર્થ ફલિત કરી શકાતો નથી કે ‘એજનાદિયુક્ત એવા સયોગી કેવળીને આરંભ-જીવઘાત (દ્રવ્યહિંસા) અવશ્ય સંભવે છે.’
(કંપનાદિનો યોગ સાથે નિયમ બતાવ્યાની પૂર્વપક્ષકલ્પના અયોગ્ય)
ઉત્તરપક્ષ : આરંભાદિને યોગરૂપ માની, ‘ઉક્તસૂત્રથી કેવળીઓને દ્રવ્યહિંસા સિદ્ધ થતી નથી’ એવું કહેવું એ અયોગ્ય છે, કેમ કે આરંભાદિ ત્રણ શબ્દો યોગને જણાવે એ વાત સીધેસીધી ઘટી શકે એવી નથી. તે પણ એટલા માટે કે ‘આરંભાદિનો અર્થ યોગ તરીકે લઈને સૂત્રમાં એજનાદિક્રિયાનો યોગ સાથે નિયમ બતાવ્યો છે' એ વાત અત્યંત અસંગત છે, કેમ કે એજનાદિ ક્રિયાથી જે ભિન્ન હોય અને તેમ છતાં જે કાયાદિની સહાયથી પ્રવર્તેલા જીવવ્યાપારરૂપ હોય તેવો યોગ હોવામાં કોઈ પ્રમાણ નથી. અર્થાત્ એજનાદિ ક્રિયાથી ભિન્ન હોય એવી યોગ જેવી કોઈ ચીજ જ નથી કે જેની સાથે એજનાદિક્રિયાનો નિયમ દેખાડવા સૂત્ર કહેવું પડે. અને પોતાનો તો પોતાની સાથે નિયમ સર્વત્ર સિદ્ધ જ હોય છે. એટલે