SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદવિષયક ઉપદેશવિચાર ૧૨૯ <s– निःसृत्य दद्यात्, तथाप्रकारं परहस्तादिगतमेव प्रतिषेधयेत्, तच्चाहच्चेति सहसा प्रतिगृहीतं भवेत् । तं च दातारमदूरगतं ज्ञात्वा स भिक्षुस्तल्लवणादिकमादाय तत्समीपं गच्छेद्, गत्वा च पूर्वमेव तल्लवणादिकमालोकयेद्दर्शयेद्, एतच्च ब्रूयाद् 'अमुक' इति वा भगिनीति वा । एतच्च लवणादिकं किं त्वया जानता दत्तमुताजानता ? एवमुक्तः सन् पर एवं वदेद् यथा पूर्वं मयाऽजानता दत्तं, सांप्रतं तु यदि भवतोऽनेन प्रयोजनं ततो दत्तमेतत्परिभोगं कुरुध्वम् । तदेवं परैः समनुज्ञातं समनुसृष्टं सत्प्रासुकं कारणवशादप्रासुकं वा भुञ्जीत पिबेद्वा, यच्च न शक्नोति भोक्तुं पातुं वा तत्साधर्मिकादिभ्यो दद्यात्, तदभावे बहुपर्यापन्नविधिं प्राक्तनं विदध्याद्, તત્તસ્ય મિક્ષો: સામય્યમિતિ ' न चापवादविषयोऽपि मनोव्यापारः सावद्यत्वात्केवलिनो न संभवतीति शङ्कनीयं, अधिकृतपुरुषविशेषेऽधिकनिवृत्तितात्पर्यावगाहित्वेनास्य निरवद्यत्वाद्, अन्यथा देशविरत्युपदेशोऽपि न स्यात्, तस्य चरणाशक्तपुरुषविषयत्वेनापवादिकत्वात्, अत एव चारित्रमार्गमनुपदिश्य देशविरत्युपदेशे स्थावरहिंसाऽप्रतिषेधानुमतेः क्रमभङ्गादपसिद्धान्त उपदर्शितः । કે ભાજનમાં હોય ત્યારે જ તેનો નિષેધ કરવો, પણ ગ્રહણ કરવું નહિ. પણ જો એ લવણ સહસા પોતાના પાત્રમાં આવી જાય અને હજુ તે દાતા (અથવા પોતે) બહુ દૂર ગયો ન હોય ને ખબર પડી જાય તો, તે લવણાદિ લઈ દાતા પાસે જવું અને જઈને પહેલાં પોતે એ લવણાદિને જોવા, તેમજ આ કહેવું કે ‘ભાઈ ! (અથવા બહેન !) આ લવણાદિ તેં જાણવા છતાં આપ્યું હતું કે અજાણપણે ? ’સામો કહે કે ‘પહેલાં મેં અજાણપણે આપ્યું હતું. પણ હવે જો તમને જરૂર હોય તો મેં આપેલું જ છે, વાપરજો.’ આ રીતે સામા વડે અનુજ્ઞા અપાયેલ અને દાન તરીકે અપાયેલ લવણાદિ પ્રાસુક (અચિત્ત) હોય તો ખાવા (કે પીવા૦) અને કારણવશાત્ તો અપ્રાસુક હોય તો પણ વાપરવા. વળી જેને પોતે ખાવા કે પીવા માટે સમર્થ ન હોય તે સાધર્મિકાદિને આપવું, સાધર્મિકાદિ ન હોય તો પૂર્વોક્ત બહુપર્યાપનવિવિધ (પરઠવવા અંગેની એક વિધિ) ક૨વી. આ ભિક્ષુપણાના ભાવનું કારણ છે.” ‘હિંસાદિ અંગે તો અપવાદવિષયક પણ મનોવ્યાપાર સાવધ હોઈ કેવલીને સંભવતો નથી' એવી શંકા ન કરવી, કેમ કે અધિકૃત પુરુષવિશેષ અંગેના ‘તે આટલો અપવાદ સેવી લેશે તો બીજા ઘણા દોષોથી બચી શકશે' ઇત્યાદિ તાત્પર્યવાળો હોઈ તે મનોવ્યાપાર પણ નિરવદ્ય જ હોય છે. આવા તાત્પર્યવાળો પણ અપવાદવિષયક વ્યાપાર જો સાવદ્ય જ હોય તો દેશવિરતિનો પણ ઉપદેશ આપી શકાશે નહિ, કેમ કે તે પણ ચારિત્રમાં અસમર્થ પુરુષવિષયક હોઈ આપવાદિક હોય છે. તે આપવાદિક હોય છે એ કારણે જ તો ચારિત્રમાર્ગનો ઉપદેશ દીધા વગર દેશવિરતિનો ઉપદેશ દેવામાં ક્રમભંગ થવાથી સ્થાવર જીવોની હિંસાની અપ્રતિષેધ અનુમતિ (ન નિષિદ્ધં અનુમતે એ ન્યાયે થઈ જતી અનુમતિ) રૂપ સિદ્ધાન્તવિરુદ્ધ દોષ લાગે છે એવું જણાવ્યું છે. બાકી જો એ પણ ઔત્સર્ગિક વિધાન જ હોત તો
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy