SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર ૪૯ < पुद्गलपरावर्त्तास्ततो यद् गीयते सिद्धान्ते 'मरुदेवाजीवो यावज्जीवभावं वनस्पतिरासीद्' इति तत्कथं स्यात् ? कथं वा वनस्पतीनामनादित्वम् ? प्रतिनियतकालप्रमाणतया वनस्पतिभावस्यानादित्वविरोधात् । तथाहि असंख्येयाः पुद्गलपरावर्त्तास्तेषामवस्थानमानं; तत एतावति कालेऽतिक्रान्ते नियमात्सर्वेऽपि कायपरावर्त्तं कुर्वते, यथा स्वस्थितिજાને સુરાય:। ૩ ૪ (વિશેષળવૃતિ-૪૬/૪૭/૪૮) - जइ पुग्गलपरि अट्टा संखाईआ वणस्सइकालो । तो अच्चंतवणस्सइ जीवो कह नाम मरुदेवी ? ।। हुज्ज व वणस्सईणं अणाइअत्तमत एव हेऊओ । जमसंखेज्जा पोग्गलपरिअट्टा तत्थवत्थाणं ।। कालेणेवइएणं तम्हा कुव्वंति कायपल्लट्टं । सव्वेवि वणस्सइणो ठिइकालंते जह सुराई ।। किञ्च, एवं यद्वनस्पतीनां निर्लेपनमागमे प्रतिषिद्धं तदपीदानीं प्रसक्तं । कथम् ? इति चेत्, उच्यते-इह છે એ વાત સ્પષ્ટ રીતે જણાય છે. કેમ કે વ્યાવહારિકમાંથી કોઈ જીવ પાછો અવ્યાવહારિક તો બનતો જ નથી. તે પ્રજ્ઞાપનાવૃત્તિગ્રન્થ આ પ્રમાણે છે - (પ્રજ્ઞાપનાવૃત્તિગ્રન્થમાં ઉઠાવેલી) શંકા - જો વનસ્પતિકાયનું કાલપ્રમાણ (કાયસ્થિતિ) અસંખ્ય પુદ્ગલપરાર્ડો છે તો સિદ્ધાન્તમાં જે કહેવાય છે કે “મરૂદેવા માતાનો જીવ સંપૂર્ણ સંસારકાલ યાવત્ (એ છેલ્લા ભવ સિવાય) વનસ્પતિ તરીકે જ રહ્યો હતો’’ તે શી રીતે સંગત થાય ? તેમજ વનસ્પતિકાયપણું અનાદિ પણ શી રીતે સંભવે ? કેમ કે તેનો કાલ પ્રતિનિયત પ્રમાણવાળો હોઈ અનાદિતાનો વિરોધ કરે છે. તે આ રીતે - તેઓના અવસ્થાનનો કાલ અસંખ્ય પુદ્ગલપરાવર્તો છે. તેથી દરેક જીવો એટલો કાલ પસાર થઈ ગયે છતે કાયનું પરાવર્તન અવશ્ય કરશે જ. જેમકે સ્વસ્થિતિકાલ પૂર્ણ થતાં દેવ વગેરે જીવો કાયપરાવર્તન કરે છે. જ્યારે અતીત કાળ તો અનંતપુદ્ગલપરાવર્ત્ત પસાર થઈ ગયો છે તેથી જીવ, એટલા અતીત કાળમાં તો વનસ્પતિપણું છોડી અન્યગતિમાં અવશ્ય ગયો જ હોવો જોઈએ. તેથી વનસ્પતિપણું અનાદિ શી રીતે સંભવે ? વિશેષણવતિ ગ્રન્થમાં કહ્યું છે કે “જો વનસ્પતિકાલ અસંખ્ય પુદ્ગલપરાવર્ત્ત જેટલો જ છે તો મરૂદેવીનો જીવ માત્ર વનસ્પતિ જ રહ્યો હતો એવું શી રીતે કહેવાય ? (૧) અથવા વનસ્પતિનું અનાદિત્વ અહેતુક થઈ જશે, કેમ કે વનસ્પતિમાં તો અસંખ્ય પુદ્ગલપરાવર્ત્ત જ અવસ્થાન હોય છે. (૨) એટલા કાલમાં બધા વનસ્પતિ જીવો અવશ્ય કાયપરિવર્તન કરે છે. જેમકે પોતાના સ્થિતિકાલના અંતે દેવ વગેરે. (૩) વળી વનસ્પતિકાળ આટલો જ માનવામાં એ પણ આપત્તિ આવશે કે વનસ્પતિજીવોનું નિર્લેપન કે જે આગમમાં પ્રતિષિદ્ધ १. यदि पुद्गलपरावर्त्ताः संख्यातीता वनस्पतिकालः । ततोऽत्यन्तवनस्पतिजीवः कथं नाम मरुदेवी ? ॥ भवेद्वा वनस्पतीनामानादिकत्वमत एव हेतुतः । यदसंख्येयाः पुद्गलपरावर्त्तास्तत्रावस्थानम् ॥ कालेनैतावता तस्मात् कुर्वन्ति कायपरावर्त्तम् । सर्वेऽपि वनस्पतयः स्थितिकालान्ते यथा सुरादयः ॥ ૨. વિવક્ષિત સમયે વિવક્ષિતસ્થાનમાં રહેલા જીવોમાંથી સમયે સમયે કલ્પનાથી એક એક જીવને તે સ્થાનમાંથી બહાર કાઢતાં બધા જીવો બહાર નીકળી જાય એ તે સ્થાનનું નિર્લેપન કહેવાય છે. કોઈ પણ સમયે વનસ્પિતકાયમાં એટલા બધા જીવો રહ્યા હોય છે કે અતીત-વર્તમાન-અનાગત સંપૂર્ણકાલ પસાર થઈ જાય તો પણ એ જીવો ખાલી થતા નથી, તેથી આગમમાં “વનસ્પતિનું સંપૂર્ણ નિર્લેપન થતું નથી' એમ નિષેધ કર્યો છે.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy