________________
ઉપાશ્રય, અમદાવાદની હસ્તલિખિત પ્રતના ૪૩ માં પૃષ્ઠનાં હાંસિયામાં તે છે.) આમ શાસ્ત્રવચન વગર પણ તેઓશ્રીએ કરેલી કલ્પના કે જે શાસ્ત્રસંમત હોવી જણાય છે તે, તેઓ શ્રીમદ્દ્ની પ્રજ્ઞા માર્ગાનુસારી હતી એને જણાવવાનો સચોટ પુરાવો છે. તેઓ શ્રીમની આ માર્ગાનુસારી પ્રજ્ઞાના પ્રભાવે પ્રસ્તુત ગ્રંથમાં મુખ્યતયા નીચેની બાબતોનું વિશદ પ્રરૂપણ થયેલું છે.
(ગ્રંથાન્તર્ગત મુખ્ય ચર્ચાઓ)
ધર્મની પરીક્ષામાં મુખ્ય ભાગ ભજવનાર જો કોઈ હોય તો એ માધ્યસ્થ્ય છે. જો કે ચઢિયાતી ચીજના ચઢિયાતાપણાને સિદ્ધ કરવા યુક્તિઓ ન લગાવવા દેનાર ‘આપણે મન બધી વસ્તુઓ સમાન છે.’ એવા ભાવ રૂપ માધ્યસ્થ્ય પરીક્ષાને પ્રતિકૂળ છે, પણ ‘પોતે સ્વીકારેલ માન્યતા ઉડી જશે તો ?' આવો ભય પેદા કરનારા દૃષ્ટિરાગનો અભાવ હોવા રૂપ જે માધ્યસ્થ્ય છે તે તો પરીક્ષા માટે આવશ્યક છે જ. આવા માધ્યસ્થ્યવાળા પરીક્ષક સ્વપક્ષ-પરપક્ષરૂપ ભેદને આગળ કરીને જૂદું જૂઠ્ઠું વચન બોલતા નથી, એટલે કે ઉત્સૂત્રભાષણરૂપ દોષ સમાન હોવા છતાં ‘સ્વપક્ષગત યથાવૃંદાદિનો નિયમા અનંત સંસાર નહિ અને ૫૨૫ક્ષગત દિગંબરાદિનો નિયમા અનંત સંસાર હોય છે.’ એવો ભેદ પાડતા નથી.
(ઉત્સૂત્ર ભાષણ વિચાર પૃ. ૬-૩૧)
પૂ.૦પ૨પક્ષગત દિગંબરાદિ તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા હોઈ માર્ગનાશક હોય છે, જ્યારે યથાછંદાદિ તેવા હોતા નથી, માટે આવો ભેદ પડે છે.
ઉ.0 ચોલપટ્ટો વગેરેના પ્રતિપાદક સૂત્રનો ઉચ્છેદ કરવાનો અભિપ્રાય યથાછંદાદિમાં હોય છે... તીર્થોચ્છેદની જેમ સૂત્રોચ્છેદ પણ ઉન્માર્ગ છે. એટલે સૂત્રોચ્છેદનો અભિપ્રાય પણ સન્માર્ગનાશક છે જ. તેમ છતાં એનો સંસારકાળ અધ્યવસાયભેદે જેમ સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે તેમ પરપક્ષગત ઉત્સૂત્રભાષી માટે પણ જાણવું .
પૂ.0 કોઈ ચોક્કસ (નિયત) ઉત્સૂત્ર બોલનાર હોય તેનો સંસાર નિયમા અનંત હોય છે. યથાછંદાદિ તો જુદી જુદી વખતે જુદુ જુદું ઉત્સૂત્ર બોલતા હોઈ કોઈ એક ઉત્સૂત્રને એણે દૃઢ કર્યું હોતું નથી.
ઉ.0 આવો નિયમ કોઈ શાસ્ત્રમાં કહ્યો નથી. ‘સુત્તમાસાનું વોદિળાસો મગંતસંસારો' ઈત્યાદિ વચનો સામાન્ય કાર્યકારણભાવને જણાવે છે. એવા વચનોથી આટલું જ નક્કી કરી શકાય છે કે ‘ઉત્સૂત્ર ભાષણ બહુલતાએ અનંત સંસારનું કારણ બને છે. અથવા અનંત સંસારનું સ્વરૂપયોગ્ય કારણ છે,' બાકી પાસસ્થા, યથાછંદ વગેરેમાં પણ ‘ઉઘતવિહારી સાધુઓની નિંદા કર્યા કરવી' એવું નિયત ઉત્સૂત્ર તો હોય જ છે. અવિચ્છિન્ન તીવ્ર સંક્લેશવાળો જીવ અશુભ અનુબંધના કારણે અનંત સંસારી બને છે. ઉત્સૂત્ર ભાષણનું જે જીવ એ ભવમાં કે પરભવમાં પ્રાયશ્ચિત્ત કરે છે તેનો