________________
,
નિરાકરણથી જ ભરેલો છે. એટલે કે પોતાના શાસ્ત્રકારો આપ્ત પુરુષ તરીકે માન્ય છે, પોતાને જે શાસ્ત્રો ‘પ્રમાણભૂત’તરીકે માન્ય છે તે શાસ્ત્રકારોનાં જ તે તે શાસ્ત્રોના વચનો પકડી જે અશાસ્ત્રીય વાતો ઊભી થઈ છે તેનું ખંડન કરવાનું છે. તેથી આમાં સાવધાની કેટલી રાખી હશે તેનો ખ્યાલ આવવો તો સરળ છે. વળી ઉપાધ્યાયજી મહારાજાએ ‘માત્ર એક એક પૂર્વપક્ષ ટાંકીને એનું નિરાકરણ કર્યું છે ' એટલું જ નથી કર્યું, પણ એની ધારાબદ્ધ સંકલના કરીને ગ્રંથરૂપે ગૂંથણી કરી છે. એમાંય કેવળીને ‘દ્રવ્યહિંસા પણ ન જ હોય' એવી માન્યતાવાળા દીર્ઘપૂર્વપક્ષની એક એક સ્વતંત્ર ચર્ચાસ્પદ અધિકારો બની જાય એવી જુદી જુદી અનેક દલીલોનું ધારાવાહી જે નિરાકરણ કર્યું છે અને તેમાંય જેનું ખંડન કરવું ઉચિત લાગ્યું હોય તેવી કોઈ નાની દલીલ પણ ખૂણે ખાંચરે નિરાકરણ વગરની ન રહી જાય એવી જે એની ગોઠવણી કરી છે તે તેઓ શ્રીમદ્ની સંકલનાશક્તિનો જોરદાર પરચો દેખાડવા પરિપૂર્ણ છે.
66
પૂર્વપક્ષીએ પણ શાસ્ત્રવચનો ટાંકીને, અને તેના પર તર્કો લડાવી લડાવીને સ્વમાન્યતા રજૂ કરી છે. ઉપાધ્યાય મહારાજે તેનું ખંડન કર્યું છે. એટલે એ તો સહજ છે કે પૂર્વપક્ષીએ તે તે શાસ્ત્ર વચનોના તર્કપૂર્વક જે અર્થ કર્યા છે તે અર્થ યથાર્થ નથી એવું ઉપા. મહારાજે વધુ સચોટ તર્કપૂર્વક રજૂ કરવું પડે. એ માટે તેઓ શ્રીમદે શાસ્ત્રવચનો પર પૂર્વાપર અવિરુદ્ધ, તર્કપૂર્ણ પ્રકાશ ફેંક્યો છે, અને શાસ્ત્રવચનોનો યથાર્થ રહસ્યાર્થ પ્રકટ કરી દેખાડ્યો છે, એમાં ક્યાંક તેઓ શ્રીમદે એવું પણ કહ્યું છે કે “ આવું કહેવામાં શાસ્ત્રકારનો આવો અભિપ્રાય હશે એમ કલ્પવું યોગ્ય લાગે છે. ઈત્યાદિ. ’' આવું કહીને તેઓ શ્રીમદે જે કલ્પનાઓ દેખાડી છે, તે તે પણ સત્ય હોવાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. એની એક સાબિતી પણ ટાંકું. શાસ્ત્રોમાં એક ઠેકાણે એવી વાત આવે છે કે ‘ક્રિયાવાદીનો સંસાર દેશોન પુદ્ગલ પરાવર્ત હોય છે. અને તે નિયમા શુક્લપાક્ષિક હોય છે.' અન્યત્ર શાસ્ત્રોમાં એવી વાત આવે છે કે ‘શુક્લપાક્ષિકનો કાળ દેશોન અપુદ્ગલ પરા. હોય છે.’ એટલે આ બાબતોમાં અસંગતિ જેવું લાગવું સહજ છે. તેથી પૂર્વપક્ષીએ એક વાતને સ્વીકારી અન્ય વાતને ખોટી ઠેરવવા પ્રયાસ કર્યો. ઉપાધ્યાય મહારાજે બન્ને શાસ્ત્રવચનોને સંગત ઠેરવવા માટે કલ્પના કરી દેખાડી કે ‘ક્રિયાવાદી નિયમા શુક્લપાક્ષિક હોય છે.' એવી જે વાત છે એમાં ‘ક્રિયારૂચિ (અલ્યુપગમ) હોવી તે શુક્લપક્ષ' એવી વ્યાખ્યા હોવી જોઈએ. તેઓ શ્રીમદે આ કલ્પના કરી દેખાડી ત્યારે આવી વ્યાખ્યા જણાવનાર શાસ્ત્રવચન તેઓશ્રી પાસે ઉપસ્થિત નહિ હોય, એટલે, ‘અથવા’ કહીને બીજી કલ્પનાથી પણ સંગતિ કરી દેખાડી છે. પણ પાછળથી શાસ્ત્રપાઠ (ઠાણાંગ અ. ૨.ઉ ૨.સૂ.૭૯) મળતા તે પાઠ તેઓ શ્રીમદે હસ્તલિખિત પ્રતના ૪૩ માં પૃષ્ઠ પર હાંસિયામાં ઉમેર્યા છે. અને એમાં જણાવ્યું છે કે પ્રથમ કલ્પનામાં જે વ્યાખ્યા કરી દેખાડી છે તે શાસ્ત્રથી અવિરુદ્ધ છે, એટલે એ જ યોગ્ય છે. (‘ધર્મપરીક્ષા’ ની પૂર્વપ્રત અને પુસ્તકમાં આ પાઠ નથી, પણ પગથિયાનો